ડભોઈ કોલેજ ખાતે એક દિવસીય સમર ઇન્ડકશન તાલીમ શિબીર યોજવામાં આવી

ડભોઈ કોલેજ ખાતે એક દિવસીય સમર ઇન્ડકશન તાલીમ શિબીર યોજવામાં આવી
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટ-અપ, નવસર્જન તથા ઇનોવેશન જેવા ક્રાંતિકારી વિચારો વિદ્યાર્થીઓ વચ્ચે મૂકીને તથા વિદ્યાર્થીઓના નવ-વિચારોને વ્યવસાય સાથે સાંકળીને ભારતીય અર્થતંત્રને વેગવંતું બનાવવાની દિશામાં મહત્વની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત માનનીયશ્રી નારાયણ માધુ સાહેબ અધિક કમિશનરશ્રી, ઉચ્ચશિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર ના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ વડોદરા તથા છોટાઉદેપુર જિલ્લાની સરકારી કોલેજો, અનુદાનિત કોલેજો તથા ગ્રામ્ય વિદ્યાપીઠોના વિધાર્થીઓ અને કો – ઓર્ડીનેટરશ્રીઓ માટે એક દિવસીય સમર ઇન્ડક્સન તાલીમ શિબિર નોડલ કોલેજ શ્રી સી. એચ. ભીલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નસવાડી, જી. છોટાઉદેપુર દ્વારા શ્રીમતી એસ. સી. પી. એફ. કોમર્સ કોલેજ ડભોઇના યજમાનપદે યોજવામાં આવી હતી.જેમાં વડોદરા તથા છોટાઉદેપુર જિલ્લાની જુદી જુદી ૧૮ કોલેજોના કુલ ૮૧ વિધાર્થીઓ અને ૧૭ કો-ઓર્ડીનેટરશ્રીઓ-આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા.
તાલીમ શિબિરની શરૂઆત શ્રી સી. એચ. ભીલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નસવાડી, આચાર્યશ્રી અને બંને જિલ્લાના નોડલ ઓફિસરશ્રી જે. એન. પંડયા સાહેબના વક્તવ્યથી થઈ. ત્યારબાદ માનનીયશ્રી નારાયણ માધુ સાહેબે ઇનોવેશન અને રાષ્ટ્રના વિકાસમાં ઈનોવેશનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ વડોદરા જિલ્લા કેળવણી મંડળ, ડભોઇના પ્રમુખશ્રી શશીકાન્તભાઈ એચ. પટેલે પ્રાસંગિક ઉદ્યોધન કર્યુ હતું. ક્રોમર્સ કોલેજ ડભોઇના આચાર્ય ડો. કેયૂર કે. પારેખ તથા બે ઈનોવેશન તાલીમ માટેના ટ્રેનર્સ ઉપસ્થિત રહ્યા હતા.
ટેકનિકલ સેશન દરમિયાન વિદ્યાર્થીઓએ ઇવેન્ટનો સંપૂર્ણ આનંદ માણ્યો હતો. કીટ્સના પ્રાયોગિક નિદર્શન પછી વિદ્યાર્થીઓએ જાતે જ વિવિધ સાધનોના ઉપયોગ સાથે પ્રયોગ કર્યો અને આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનના રોજિંદા ઉપયોગના વિવિધ પાસાઓ પર તાલીમ આપનાર ટ્રેનર્સ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓ વચ્ચે રસપ્રદ ચર્ચા થઈ હતી. તાલીમ-શિબિરના સભ્યો માટે ચા – નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્યશ્રી તથા નવ અધ્યાપકશ્રીઓ, જેમાં ડૉ. કે. એમ. ચાવડા, પ્રા. આરતીબેન મોહિતે અને પ્રા. વી. ઓ. શાહે વિશેષ જહેમત ઉંઠાવી હતી.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756