લાઠી તાલુકામાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં સંચાલક,રસોઇયા અને મદદનીશની આવશ્યકતા

લાઠી તાલુકામાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં સંચાલક,રસોઇયા અને મદદનીશની આવશ્યકતા
વિશેષ માહિતી અને માર્ગદર્શન માટે મામલતદાર કચેરી લાઠીનો સંપર્ક કરવો
અમરેલી, તા.૨૬ મે, ૨૦૨૨ ગુરૂવાર (વિ. સં. ૨૦૭૮ વૈશાખ વદ ૧૧) લાઠી તાલુકાના ઇગોરાળા, કારકોલીયા, કૃષ્ણગઢ, ચાંવડપ્લોટ, જરખીયા પે.શાળા, ટોડા, ઠાંસા, દામનગર-૧,૨,૩ પ્રા.શાળા, દામનગર કન્યા પ્રા.શાળા, નારણગઢ, ભટ્ટવદર,માલવીયા પીપીરયા, લુવારીયા નવી, અંગ્રેજી પ્રા.શાળા લાઠી, લાઠી કન્યા શાળાઓમાં મધ્યાહ્ન ભાજન કેન્દ્રોમાં સંચાલકની આવશ્યકતા છે. આ માટે સામાન્ય ઉમેદવારોની માનદ વેતનથી ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત લાઠી તાલુકાના વિવિધ ૨૨ જેટલા કેન્દ્રો પર રસોઈયાની અને ૧૯ જેટલા કેન્દ્રો પર મદદનીશની જગ્યાઓ પર પણ ભરતી કરવામાં આવશે, જે હંગામી ધોરણે માનદ વેતનથી ભરવામાં આવશે. આ ભરતી માટે ૨૦ થી ૬૦ વર્ષ વય મર્યાદા છે. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધો.૧૦ હોવું જોઈએ.
રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, લાઠી ખાતેથી નિયત ફી ભરી મેળવી લેવાનું. જરુરી આધાર પુરાવા સાથે અરજી ફોર્મ તા.૦૧-૦૬-૨૦૨૨ સુધીમાં મધ્યાહ્ન ભોજન શાખા, મામલતદાર કચેરી, લાઠી ખાતે પહોંચડવા, મામલતદાર લાઠીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756