વડિયાની શ્રી સુરગવાળા હાઈસ્કૂલના વિદ્યાર્થી એ ખેલ મહાકુંભ મા લોન ટેનિસ મા રાજ્યકક્ષાએ બ્રોન્જ મેડલ મેળવ્યો

વડિયાની શ્રી સુરગવાળા હાઈસ્કૂલના વિદ્યાર્થી ધ્રુવ હિરપરાએ ખેલ મહાકુંભ મા લોન ટેનિસ મા રાજ્યકક્ષાએ બ્રોન્જ મેડલ મેળવ્યો
લોન ટેનિસ મા વડિયા તાલુકા અને શાળાનુ ગૌરવ વધાર્યું
વડિયા
સમગ્ર રાજ્યના ખેલાડીઓ ને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અને ગ્રામીણ વિસ્તાર ના બાળકો ને રમત ગમત ક્ષેત્ર મા પોતાની કારકિર્દી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ રૂપી અનેક સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવે છે વર્તમાન સમય મા ખેલમહાકુંભ 2022અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા ની શ્રી સુરગવાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ નો ગ્રામીણ ખેડૂત પરિવાર નો વિદ્યાર્થી ધ્રુવ હિરપરા એ લોન ટેનિસ મા જિલ્લા મા પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ બ્રોન્જ મેડલ મેળવતા અમરેલી જિલ્લા, વડિયા તાલુકા, શ્રી સુરગવાળા હાઈસ્કૂલ અને તોરી ગામનું ગૌરવ વધારતા અભિનંદન ની વર્ષા થઈ રહી છે. વાસ્તવ મા એક ગ્રામીણ વિસ્તાર મા ખેડૂત પરિવાર ના સંતાન લોન ટેનિસ જેવી રમતો ના પણ પોતાનું કૌશલ્ય બતાવી ઉતીર્ણ બને ત્યારે “મન હોય તો માળવે જવાય ” કહેવત મુજબ બાળકોમાં રહેલી શુસુપ્ત શક્તિઓ વાસ્તવ મા કોઈ ક્ષેત્ર મા ખીલી શકે છે. તેના માટે તેમના દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે ના પ્રયાસ ની જરૂર હોય છે. હવે આ બાળક નેશનલ કક્ષાએ પોતાની શક્તિ અજમાવશે અને તેમાં પણ સફળતા મેળવી સમગ્ર વિસ્તાર નુ નામ રોશન કરે તેવી શુભકામના આગેવાનો અને સ્નેહીઓ પાઠવી રહ્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756