ડભોઇ નગરપાલિકા ના મેલેરીયા શાખા ના કર્મચારી વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

ડભોઇ નગરપાલિકા ના મેલેરીયા શાખા ના કર્મચારી વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો
ડભોઇ નગરપાલિકા માં છેલ્લા 37 વર્ષ થી મેલેરિયા શાખા માં ફરજ બજાવતા જયંતીભાઈ મગન ભાઈ પટેલ વય નિવૃત થતા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત થયેલ કર્મચારી જયંતીભાઈ પટેલે પોતાના સંસ્થા સાથેના યાદગાર સંભારણા વાગોળ્યા હતા.સાથે જ ઉપસ્થિત સાથી કર્મચારીઓ તેમજ નગરપાલિકા ના સભ્યો એ જયંતિભાઈને નિવૃત્ત જીવન સખુમય નીવડે તેવી શુભકામનાઓ પાઠવી મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે મેલેરિયા શાખા ના ચેરમેન મનીષાબેન લખ્ખુભાઈ મોરવાણી, ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલ બેન દુલાણી,કોર્પોરેટર મંજૂરભાઈ સલાટ,મેલેરિયા શાખા ના ઇન્ચાર્જ સલીમભાઈ,તેમજ સુપરવાઈઝર સંજયભાઈ ઇનામદાર તથા રાજેશભાઇ કટારીયા સહિત નગરપાલિકા કર્મચારી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756