ડભોઇ તાલુકામાં ખાણખનીજ વિભાગ નો સપાટો ભુમાફિયા ઓ માં ફફડાટ

ડભોઇ તાલુકામાં ખાણખનીજ વિભાગ નો સપાટો ભુમાફિયા ઓ માં ફફડાટ
ડભોઇ તાલુકા માં આજરોજ વહેલી સવારે ખાણખનીજ વિભાગ તેમજ પોલીસ દ્વારા આકસ્મિક ચેકીંગ કરતા ભૂમાફિયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ખાણખનીજ વિભાગ તેમજ પોલીસ દ્વારા ડભોઇ તાલુકા ના કરનેટ ગામ પાસે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં 10 જેટલી ટ્રકો ખનીજચોરી કરતા ઝડપી પાડવામાં આવી હતી.તાલુકા માં મોટા પ્રમાણ માં ખનીજ ચોરી થઈ રહી હોવાની માહિતી ને પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ખનીજ ચોરી કરતા 10 જેટલી ટ્રકો ઝડપી પાડતા કરોડો રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ 40 થી વધુ લાખનો દંડ થયો હોવાનું અનુમાન લગાવવા માં આવી રહ્યો છે.
ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતા આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ભૂમાફિયા ઓમાં ફફડાટ ફેલાતા ખનીજ ચોરી કરતા તત્વો માં દોડધામ મચી જવા પામી હતી.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756