અમદાવાદ : ટ્યુશન પ્રથા બંધ કરવા સાયન્સ સીટી વિસ્તારની સ્કુલે કરી પહેલ.

એસ એસ ડિવાઇન સ્કુલ નો અનોખો પ્રયાસ:
અત્યારના આધુનિક જમાનામાં ભણતર પણ આધુનિક થઈ ગયું છે..આધુનિક ભણતરની સાથે-સાથે તેનો ખર્ચો પણ એટલો જ વધારે થતો હોય છે…હવે હાલની શાળાની વાત કરીએ તો, ભણતર આધુનિક તો ખરું પરંતુ બાળકોને શાળામાં ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે છે ખરું ?…આ એક સૌથી મોટો પ્રશ્ન છે…કારણકે અત્યારે તમામ શાળામાં ફીમાં વધારો કરાયો છે…જ્યારે બાળક શાળામાં જાય ત્યારે તેના માતા-પિતા તમામ વસ્તુનુ ધ્યાન રાખે છે..જેમ કે સ્કુલ ડ્રેસ ,બેગ,નોટબુક ,ટ્યુશન વગેરે વગેરે..બાળક જ્યારથી શાળાએ જાય એટલે તેની સાથે ટ્યુશન પણ રખાવવામાં આવે છે..ત્યારે અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી એસ.એસ ડીવાઈન શાળામાં એડમિશન આપતી વખતે શાળા તરફથી તમામ બાળકોના માતા-પિતાને એક સારી બાંહેધરી આપવામાં આવે છે.. તે શાળાના સંચાલન તરફથી કહેવામાં આવ્યું છે કે બાળકોને શાળા મા જ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવામાં આવશે., વિદ્યાર્થીઓને પર્સનલ ટયુશનમા ન મોકલવાની વિનંતી કરવામાં આવે છે… જો આ અભિગમને વાલી શ્રી પણ અપનાવે તો વાલીઓનું આર્થિક અને બાળકો નું માનસિક ભારણ ઓછું થશે.જ્યારે આચાર્ય અને શિક્ષકો દ્વારા આ અભિયાનને વાલીઓ દ્રારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે.. અને આભિયાન જો તમામ શાળામાં શરુ થાય તો વિધાર્થી અને તેમના માતા પિતાનો શારિરિક અને માનસિક બોજ ઓછો થઈ જશે…
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756