જામનગરમાં ચોરાઉ બાઈક સાથે ૨ શખ્સોને ઝડપી પાડતી પોલીસ

•પોલીસે બંને પાસેથી ૩ બાઈકો કબ્જે કરી
જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી પસાર થતા મહેન્દ્ર ઉર્ફે મયુર પ્રકાશ મહિડા નામના શખસને આંતરીને તેની પાસે રહેલા બાઈકના કાગળો માંગતા બાઈક ચોરાઉ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે પૂછપરછ કરતા તેણે જીજે-૧૦-એજી-૭૦૫૩ અને જીજે-૧૦-એકયુ-૬૮૩૧ નંબરના બે બાઈક ચોરી કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે રૂા.૩૦ હજારની કિંમતના બે ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં શહેરમાં ત્રણ દરવાજા પાસેથી ચોરાઉ બાઈક સાથે નંબર વગરના ટીવીએસ જ્યુપીટર બાઈક સાથે પસાર થતા મહમદહુશેન જુસબ ગજીયા નામના શખસની પૂછપરછ કરતા તેણે જીજે-૧૦-સીએફ-૮૦૦૫ નંબરનું જ્યુપીટર બાઈક જી. જી.હોસ્પિટલના જનરલ પાર્કિંગમાંથી પાંચ દિવસ પૂર્વે જ ચોરી કર્યાની કેફિયત આપી હતી. પોલીસે ચોરાઉ બાઇક અને શખ્સને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756