જામનગરમાં ગરીબ કલ્યાણ કાર્યક્રમમાં લાભાર્થીઓને યોજનાકીય લાભ અપાયા

• આઈટીઆઈમાં ૪૭ નવા કોર્સ અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યા
જામનગરમાં ટાઉનહોલમાં રાજ્યના શ્રમ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજય કક્ષાના મંત્રી બ્રીજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને શહેરનો ૮ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો સ્થળ પર જ એનાયત કરી ઉપસ્થિત સૌ કોઇને કેન્દ્ર સરકારની ૧૩થી વધુ યોજનાઓથી માહિતગાર કરાયા હતા.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સ્વનિધી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વરોજગાર કાર્યક્રમ, જન આરોગ્ય યોજના, વૃદ્ધ પેન્શન યોજના સહિતની અનેક યોજનાઓ દેશમાં અમલી બનાવી છે. સખીમંડળોને મુદ્રા યોજના થકી આર્થિક સહાય પૂરી પાડી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી છે.
આવાસ યોજનાના માધ્યમથી લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપ તથા સ્કીલ ડેવલપમેન્ટ જેવી યોજનાઓથી યુવાઓ તથા ઉદ્યોગ સાહસિકોને વિકસીત થવા મદદ પૂરી પાડી છે તેમજ દેશના યુવાઓનું કૌશલ્યવર્ધન થાય તે માટે દરેક આઈટીઆઈમાં ૪૭ જેટલા નવા કોર્સ અભ્યાસક્રમમાં દાખલ કર્યા છે. કાર્યક્રમમાં સ્ટેજ પરથી લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે પી.એમ. સ્વનિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના, કૌશલ્ય તાલીમ, સ્વરોજગાર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756