થરાદ ભારત વિકાસ પરિષદ નો દાયિત્વ ગ્રહણ સમારોહ

થરાદ ભારત વિકાસ પરીષદ નો દાયિત્વગ્રહણ સમારોહ -2022 યોજાયો.
ભારત વિકાસ પરીષદ થરાદ માં વર્ષો થી કાર્યરત છે સેવા અને સંસ્કાર ના અનેક કાર્યક્રમો કરે છે, દર વર્ષે પ્રમુખ અને મંત્રીની ટીમ બદલાય છે, આ વખતે દાયિત્વગ્રહણ સમારોહ-2022 રાજગઢ પાર્ટીપ્લોટ ખાતે યોજાયો
કાર્યક્રમ ની શરૂઆત વંદે માતરમ ના ગાન થી થઇ બાદ માં આમંત્રીત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ.ઉપપ્રમુખ ભરતભાઇ સોની દ્વારા આમંત્રીત મહેમાનો નુ શાબ્દીક સ્વાગત બાદ પારંપરીક સ્વાગત કરવામાં આવ્યુ. મંત્રી વિપુલભાઇ ચૌધરી એ ગતવર્ષ ના કાર્યો નો અહેવાલ આપ્યો.
ગુજરાત ઉત્તર પ્રાંત ના સંયોજક જયપ્રકાશ જોષી એ નવિન કારોબારીની તેમજ કારોબારી ના સંયોજકો ની જાહેરાત કરી, વર્ષ2022-23 ના પ્રમુખ તરીકે જયદિપભાઇ સોની [પાવન જવેલર્સ] ,મંત્રી ડો.હિતેંદ્રભાઇ શ્રીમાળી [નડેષ્વરી ઓર્થોપેડીક હોસ્પીટલ] ,ઉપપ્રમુખ ડો.હિરજીભાઇ પટેલ [ આસ્થા હોસ્પીટલ],ઉપપ્રમુખ સુરેશભાઇમોદી [સુધેસ્વરી હાર્ડ્વેર],ખજાનચી શામજીભાઇ ચૌધરી[શીક્ષક,મોડેલ સ્કુલ] અને સહમંત્રી તરીકે પ્રવીણભાઇ ભાટી [બીગબોસ હેર પોઇંન્ટ].ત્યાર બાદ આ તમામ પદગ્રહણકર્તાએ શપત ગ્રહણ કર્યા.
આ પ્રસંગે બનાસકાંઠા ના સાંસદ પરબતભાઇ પટેલ, મામલતદાર દરજી સાહેબ, સ્વામીસચ્ચિદનંદ સેવા સમિતિ ના પ્રમુખ ડી.ડી.રાજપુત, થરાદ નગરપાલીકા ના પ્રમુખ જાનકીબેન ઓઝા,નગરપાલીકા ના ઉપપ્રમુખ રમેશભાઇ રાજપુત,બનાસબેક ના ડીરેક્ટર શૈલેષભાઇ પટેલ, થરાદ ભા.જ.પ શહેર પ્રમુખ અજયભાઇ ઓઝા અને વિશેષ ઉપસ્થિતિ ડો.જીતુભાઇ પટેલ[પાટણ] હતા .
આ સમગ્ર કાર્યક્રમ નુ સફળ સંચાલન સંજયભાઇ ત્રીવેદી એ કર્યુ હતું.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756