તરસાણા ગામે સસ્તા અનાજ ની દુકાન માં ગેરરીતિ ની ફરિયાદ ના પગલે પુરવઠા વિભાગ નું ચેકીંગ

તરસાણા ગામે સસ્તા અનાજ ની દુકાન માં ગેરરીતિ ની ફરિયાદ ના પગલે પુરવઠા વિભાગ નું ચેકીંગ
Spread the love

ડભોઈ તાલુકા ના તરસાણા ગામે સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાન માંથી રેશનકાર્ડ ધારકો ને પૂરતા પ્રમાણ માં અનાજ નહીં મળતો હોવાની ફરિયાદ ઉઠતા પુરવઠા વિભાગ ના અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ચેકીંગ દરમિયાન અનાજ લેવા આવેલ મહિલાઓ દ્વારા અનાજ ઓછું અપાતું હોવાની ફરિયાદ કરી હતી જે બાદ ચેક કરતા સ્થળ પર હાજર રેશનકાર્ડ ધારક ને 45 કિલો અનાજ મળવા પાત્ર હતું તેઓને માત્ર 20 કિલો અનાજ અપાતું હતું જ્યારે અન્ય એક મહિલા ને 35 કિલો ના બદલે ફક્ત 15 કિલો અનાજ અપાતું હોવાનું બહાર આવ્યું હતું.આનજ લેવા આવનાર રેશનકાર્ડ ધારકો સાથે સંચાલકો દ્વારા પોતાની મનમાની કરી નજીવો જથ્થો આપવામાં આવે છે.તરસાણા ગામે સરકાર માન્ય સસ્તા અનાજ ની સંચાલકો દ્વારા પૂરતા પ્રમાણ માં અનાજ ન અપાતો હોવાની ફરિયાદ ને પગલે સંચાલક નું રેશનિંગ નું લાયસન્સ રદ કરવા લોકમાંગ ઉઠી હતી. પુરવઠા મામલતદાર દ્વારા ફરીયાદ ના પગલે સ્થળ પર જઈ ચેક કરતા ગેરરીતી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.તેમજ અનાજ લેવા આવેલ મહિલા ઓ ના નિવેદન લીધા હતા.જેના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જે રિપોર્ટ ઉપર ના અધિકારી ને મોકલવામાં આવેશે ત્યારબાદ ગેરરીતિ કરનાર સસ્તા અનાજ ની દુકાન ના સંચાલક વિરુદ્ધ કાયદેસર ના પગલાં લેવામાં આવશે નું પુરવઠા મામલતદાર એ જણાવ્યું હતું.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220621_202958.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!