શહેરા : નાડા ગામે આણંદ ખાણખનીજ વિભાગ ની ટીમે રેતીચોરી અંગે રેડ કરી : ભુમાફિયાઓમાં ફફડાટ.

શહેરા તાલુકામાં રેતી,પથ્થર,માટી વિગેરે ખનીજનો ભંડાર છુપાયેલો છે. ત્યારે ખનીજચોરી કરતા ખનીજ માફિયાઓ દ્વારા ગેર કાયદેસર રીતે ખનન કરી સરકારી તિજોરીને લાખો, કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરા તાલુકાના નાડા ગામની નદી માં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતું હોવાની માહિતીને આધારે મંગળવારે નાડા ગામ ની નદીમાં આણંદ ખાણખનીજ વિભાગ ની ટિમ ત્રાટકી હતી. આથી રેતી ચોરી કરતા ભુમાફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી.જ્યાંથી રેતી ખનન કરતા એક ટ્રેક્ટર G.J.17.B.A.7461 ને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ શહેરા તાલુકાના નાડા ગામે નદીમાં વિવિધ ખનીજ માફિયાઓ દ્વારા ખનીજની બેફામ ચોરી થઈ રહી છે સંબંધિત વિભાગને વારંવાર ટેલિફોનિક તથા વિડિયો મોકલીને આજુબાજુના જાગૃત નાગરિકો જાણ કરે છે. તેમ છતાંય જાડી ચામડી ના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ની મીલીભગત ના કારણે કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી તેવામાં આણંદ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડીને એક ટ્રેક્ટર ને સીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અને ખાણ ખનીજ અધિકારી તેમજ પોલીસ ટીમ સાથે નદીના પટમાં ગેરકાયદેસર ખનન નું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું હતું.ઉલ્લેખનીય એ છે કે છેલ્લા ઘણા સમય થી રેતી ખનન ની પ્રક્રિયા ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટ :- અલ્હાફિઝ શેખ પંચમહાલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756