જેતડા ગામ નાં ઈસમ ઉપર જાન લેવા હુમલો

જેતડા ગામના ઈસમ ઉપર જાન લેવા હુમલો
છેલ્લા કેટલાક સમયથી થરાદ વિસ્તારમાં મારામારી ની ઘટનાઓમાં વધારો નોંધાયો છે થરાદ તાલુકાના જેતડા મુકામે માર મારવાની ઘટના બની છે જેમાં માર મારી ને મારવાનો પ્રયાસ કરતા ફરિયાદ નોંધાવી હતી.થરાદ તાલુકાના જેતડા ગામ નાં રહેવાસી અજાભાઈ વાલાભાઈ વાઘેલા પોતાની ગાડી કેમ્પર લઈ ને પોતાની પત્ની સાથે ઘરે આવી રહ્યા હતા ત્યારે ગામ પાસે રસ્તો રોકીને તેમના જ ગામ નાં લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ગાડી ની તોડફોડ કરી ને પ્રાણ ઘાતક હથિયારો થી માર માર્યો હતો .અજાભાઈ તેમજ પોતાની પત્ની ને મારી નાખવાનો પ્રયત્ન કરતા ફરિયાદ નોંધાવી હતી જે હુમલો કરવાનું કારણ જણાવતાં ફરિયાદ માં જણાવ્યું હતું કે પોતાના દીકરાના લગ્ન પાંચ વર્ષ અગાઉ સમાજ નાં રીતિરિવાજો મુજબ ગામ માં જ થયાં હતાં હુમલો કરનાર પોતાની દીકરી ને સાસરે મુકવા માંગતા નાં હોઈ અને અન્ય જગ્યાએ સગાઈ કરી નાખી હોવાનું જણાતાં તેઓ કહેવા જતાં અજાભાઈ અને દીકરા મેહુલ ને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી આજે લવાણા થી પરત ફરતા અજાભાઈ અને તેમની પત્ની ઉપર હુમલો કરતા અજાભાઈ અને તેમની પત્ની ને ડીસા તેમજ પાલનપુર સારવાર કરાવી હતી .અજાભાઈ એ પોતાના વેવાઈ સહિત પંદર થી વધુ નાં ટોળા વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756