રાજુલાના લુહાર સુથાર બોર્ડિંગ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

રાજુલાના લુહાર સુથાર બોર્ડિંગ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Spread the love

રાજુલાના લુહાર સુથાર બોર્ડિંગ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે આજથી સમગ્ર રાજ્યમા વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી આ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો અને જીલ્લા કક્ષાએ મંત્રી મંડળના સભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનો શુભારંભ થયો છે.૮૨ વંદે ગુજરાત વિકાસ રથ સાથે તા. ૫ થી ૧૯ જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના ૩૩ જીલ્લાઓ,૮ મહાનગર પાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત રાજ્યભરમાં ૨૫૦૦ થી વધુ કાર્યક્રમો યોજાશે અને ૨૫ હજારથી વધુ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરાશે. વિકાસ ગાથા ગણાવાશે
ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને દોરવણી હેઠળ ગુજરાતે વિકાસના અનેક શિખરો સર કરી વિકાસની નવી કેડી કંડારી છે.જેના ઉપર ગુજરાત રાજ્ય વધુને વધુ પ્રગતિનાં સોપાન સર કરીને વિકાસની અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે.ગુજરાત રાજ્યમાં વિતેલા ૨૦ વર્ષમાં શિક્ષણ,આરોગ્ય,કૃષિ અને સહકાર,પશુપાલન,સિંચાઈ,રસ્તા,વન અને પર્યાવરણ,પીવાનું પાણી,૨૪ કલાક વીજળી,વાહન વ્યવહાર,પ્રવાસન,મહિલા અને બાળ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો છે. વિકાસનાં મીઠાં ફળ ગુજરાતના જન જન સુધી પહોંચ્યાં હોય ત્યારે રાજુલા શહેરમાં વંદે ગુજરાત યાત્રાનું સ્વાગત સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમમાં રાજુલા નગરપાલિકા દ્વારા એક વિકાસ કાર્યોની શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી વંદે ગુજરાત વિકાસ યાત્રા સ્વાગત કાર્યક્રમમાં રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા,રાજુલા પ્રાંત અધિકારી હંસરાજ સિંહ ગોહિલ.રાજુલા મામલદાર.નગરપાલિકાના અધિકારીઓ અને સદસ્યો. શહેરના ભાજપ અગ્રણીઓ,RFO વાઘેલા,તેમજ પોલીસ સ્ટાફ સહિત રાજુલાના શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા

રિપોર્ટર:ઈલ્યાસ કલાણીયા રાજુલા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220708-WA0032-1.jpg IMG-20220708-WA0031-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!