ભાણવડ પંથકમાં કોમ્પ્યુટર ઓપરેટર સાથે મળી ૩ વર્ષ સુધી અનાજ કૌભાંડ આચરાયું

ભાણવડ પંથકમાં કોમ્પ્યુટર ઓપરેટર સાથે મળી ૩ વર્ષ સુધી અનાજ કૌભાંડ આચરાયું
Spread the love

• અગાઉ દરોડા દરમિયાન ૧૬.૨૫ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પ્રકાશમાં આવેલા સસ્તા અનાજને ગેરકાયદેસર રીતે રાખવા અંગેના તોતિંગ કૌભાંડમાં અગાઉ બે શખ્સો, તથા એક વાહન ચાલક સામે ગુનો નોંધાયા બાદ પ્રાંત અધિકારી દ્વારા કડક વલણ અખત્યાર કરી અને ભાણવડની સસ્તા અનાજની ચાર દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરી, સરકારી ગોડાઉનમાં ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની સામૂહિક બદલી કરી નાખી હતી. આ ધગધગતા પ્રકરણમાં જિલ્લા પુરવઠા અધિકારી પાર્થ કોટડીયાએ ઊંડાણપૂર્વકની તપાસનો દૌર જારી રાખીને વધુ કડક પગલું લઈને આ પ્રકરણમાં ભાણવડની મામલતદાર કચેરીના બે કોમ્પ્યુટર ઓપરેટર સહિત વધુ કુલ એક ડઝન જેટલા શખ્સો સામે ધોરણસર પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ સહિત સમગ્ર જિલ્લા ભરના સરકારી તંત્રમાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકાના રૂપામોરા વિસ્તારમાં પુરવઠા તથા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગરીબોને આપવાનો થતો સરકારી સસ્તા અનાજનો જથ્થો રાખવા સબબ તંત્ર દ્વારા રૂપિયા રૂ.સવા નવ લાખના ઘઉં તથા ચોખાનો જથ્થો મળી, રૂપિયા ૧૬.૨૫ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે મુખ્ય બે આરોપી તથા વાહનચાલક સામે ગુનો નોંધ્યા બાદ જામનગરના એક વેપારીની પણ ધરપકડ કરી હતી. ગરીબોને આપવાના થતા સરકારી સસ્તા અનાજને કાળા બજાર કરીને ખુલ્લી બજારમાં વેચવા સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પુરવઠા અધિકારી પાર્થ કોટડીયાએ આકરી કાર્યવાહી કરી, ભાણવડ વિસ્તારના સસ્તા અનાજના ચાર દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા. આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા ભાણવડની મામલતદાર કચેરીના હંગામી કોમ્પ્યુટર ઓપરેટર એવા રૂપામોરા ગામના બાબુ જગાભાઈ કરેણ અને પરબત ખીમા કરમુર નામના બે શખ્સોએ જુદા જુદા ૧૦ વ્યક્તિઓ સાથે મેળાપીપણું કરી અને છેલ્લા થોડા સમય દરમિયાન આ કેન્દ્ર સંચાલકો પાસેથી કુલ ૨૦૪૬ વ્યક્તિઓના નામને ઉમેરી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જથ્થો બારોબાર ડાયવર્ડ કરાવી પોતાના અંગત લાભ માટે કૌભાંડ આચાર્ય હોવાનું જાહેર થયું છે.

રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

new-two-1.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!