ડભોઇ ના ઐતિહાસિક ગઢભવાની માતા ના મંદિર નું સમારકામ શરૂ થતા ધારાસભ્ય એ નિરીક્ષણ કર્યું

ડભોઇ ના ઐતિહાસિક ગઢભવાની માતા ના મંદિર નું સમારકામ શરૂ થતા ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
ડભોઇ નગર નો ઇતિહાસ જેની સાથે જોડાયેલો છે એવા 700 વર્ષ થી વધારે જૂનું પૌરાણિક ગઢભવાની માતા ના મંદિર ની ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ મુલાકાત લીધી હતી. નગરજનો ની લાગણી તેમજ માંગણી મુજબ ઐતિહાસિક ગઢભવાની માતા ના મંદિર માં સમારકામ ની તેમજ મંદિર નજીક આવેલ તળાવ ને બ્યુટીફિક્શન ની જરૂરિયાત હોવાથી ડભોઇ ના ધારાસભ્ય દ્વારા પુરાતત્વ વિભાગ માં તેમજ સરકાર માં આ અંગે ની રજુઆત કરી હતી.તથા યાત્રાધામ વિકાસ બોર્ડ માં આ કામ ને સમાવેશ કરી મંદિર ના સમારકામ તથા તળાવ બ્યુટીફિકેશન ના કામ માટે ત્રણ કરોડ જેટલી ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.જે અંતર્ગત ડભોઇ માં આવેલ ગઢભવાની મંદિર નું સમારકામ શરૂ થયું હોવાથી ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, તથા નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, સાથે જિલ્લા આયોજન અધિકારી,નાયબ કલેકટર,મામલતદાર તેમજ નગરપાલિકા ના ચીફ ઓફિસર,તેમજ પુરાતત્વ ખાતા ના અધિકારીઓ સાથે સ્થળ પર મુલાકત લઈ કામ નું નિરીક્ષણ કર્યું હતું.આ સાથે જ ટુક સમય માં તળાવ બ્યુટીફિકેશન ની પણ મંજૂરી આવી જતા તેનું પણ કામ આવનારા દિવસો માં શરૂ થઈ જશે નું ધારાસભ્ય શૈલેષ મહેતા એ જણાવ્યું હતું.
રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756