ડભોઈ તાલુકા ના તરસાણા ગામે થી આશરે સાડા ચાર ફૂટ ના મગર નું રેસ્કયુ કરવામાં આવ્યું

ડભોઈ તાલુકા ના તરસાણા ગામે આશરે સાડા ચાર ફૂટ નો મગર નીકળતા રેસ્ક્યુ કરવામાં આવ્યું
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તરસાણા નવીનગરી માં આશરે સાડા ચાર ફૂટ નો મગર દેખાતા ગ્રામજનો માં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ અંગેની જાણ ગ્રામજનોએ તુરંત જ વનવિભાગની ટીમને કરી હતી. જેના પગલે વનવિભાગની રેસ્ક્યુ ટીમ ના સભ્યો તુરંત જ તરસાણા ગામમાં દોડી આવ્યા હતા.વન વિભાગ ટિમ દ્વારા મગરનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ આ ટીમે મગરને પકડી પાડવામાં આવ્યો હતો. આજરોજ વહેલી સવારે તરસાણા ગામ ની નવી નગરી ના રહેણાંક વિસ્તાર માં મગર મસ્તીથી ફરતો દેખાતા ગ્રામજનો માં આશ્ચર્ય સાથે ગભરાટ ફેલાયો હતો.મગર નીકળતા તેને જોવા ગ્રામજનો ના ટોળાં ભેગા થયા હતા.ગામ માં મગર નીકળ્યો હોવાની વાત વન વિભાગ ને કરવામાં આવતા તાત્કાલિક વનવિભાગ ની ટિમ તરસાણા ખાતે આવી પહોંચી હતી.વનવિભાગ ની ટિમ દ્વારા ભારે જહેમત બાદ મગર નું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસો થી ડભોઇ તાલુકા માં અવિરત વરસાદ પડી રહ્યો છે જેને પગલે ઢાઢર નદી ના પાણી ડભોઇ તાલુકા ના ગામો ફરી વળ્યાં હતા.જે નદી ના પાણી માં મગર તરસાણા ગામમાં આવી પહોંચ્યો હોવાનું અનુમાન લગાવવા માં આવી રહ્યુ છે.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756