અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘ ની મિટીંગ યોજાઇ.

અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘ ની મિટીંગ યોજાઇ.
Spread the love

અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘ ની મિટીંગ યોજાઇ.

ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ અમરેલી જિલ્લાની મિટીંગ યોજાઇ તારીખ 2/8/2022 ને મંગળવારના રોજ અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી
શ્રી લતાબેન ઉપાધ્યાયની અધ્યક્ષસ્થાનમાં ભરાડ વિદ્યા સંકુલ અમરેલી ખાતે સ્કાઉટ એન્ડ ગાઈડની મીટીંગ યોજાય હતી . જેમાં મુખ્ય મહેમાન અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જી એમ સોલંકી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત ઉપસ્થિત રહ્યા હતા તેમજ જાણીતા શિક્ષણવિદ માનનીયશ્રી ગિજુભાઈ ભરાડ સાહેબ તેમજ અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળાના પ્રમુખ હસમુખભાઈ પટેલ અમરેલી જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ પીડી મિયાણી જાણીતા ધારાશાસ્ત્રી ઉદયનભાઈ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં રાજય ઓર્ગેનાઇઝર કમિશનર ભીખાલાલ સિધ્પરા, અમરેલી તેમજ જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘ ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ બસીયા તેમજ શ્રી નવરોજભાઇ ગાંગાણી,
શ્રી જેઠવા સાહેબ, શ્રી દીપાબેન ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ નું સંચાલન શ્રી જીગ્નેશભાઈ ગોસ્વામી તથા લોકગાયક શ્રી વિમલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભરાડ વિદ્યા સંકુલના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતો.
આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ભરાડ સ્કૂલના તમામ સ્ટાફ દ્વારા જહમત ઉઠાવેલ હતી.
જેમાં અમરેલી જિલ્લાના પ્રાથમિક માધ્યમિક તેમજ સ્વનિર્ભરશાળાના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ અમરેલી જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના સંયોજક શ્રી પંકજભાઈ મહેતા એ જણાવેલ હતું.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220803-WA0058-1.jpg IMG-20220803-WA0057-2.jpg IMG-20220803-WA0061-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!