થરાદ:રાહ ગામે લમ્પી વાઈરસ થી પશુ નાં મોત

બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના વેપારી મથક રાહ ગામમાં લમ્પી વાયરસના કારણે નાના-મોટા પશુઓ મોતને ભેટી રહ્યા છે. આમ છેલ્લા એક અઠવાડિયાથી રાહ ગામમાં જાહેર માર્ગો પર રખડતી ગાયોમાં પણ લમ્પી વાયરસ જોવા મળતા પશુપાલનનો વ્યવસાય કરતા ખેડૂતો ફફડી ઉઠ્યા છે ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે અને ઢોર માલિકો તેની કાળજી લઈ રસી મુકાવે, આમ અંદાજિત 20 થી પણ વધારે જેટલા પશુઓ શંકાસ્પદ મોત થતા સમગ્ર રાહ પંથકમાં સન્નાટો છવાયો છે. આ મામલે રાહ ગામના અગ્રણી અને તાલુકા પંચાયતના સદસ્ય જગદીશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાહમાં વધુ પશુઓને આ લમ્પી વાયરસ ભર ડામાં ના લે તેના પહેલા પશુઓને રસીકરણ કરાય તેવી માંગ છે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756