થરાદ ધારાસભ્ય નો પશુપાલન વિભાગ ને પત્ર
બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ નાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા લમ્પી વાઈરસ ને લઈ ને પશુપાલન મંત્રી તેમજ પશુપાલન ખાતુ ગાંધીનગર ખાતે પત્ર લખીને પોતાનાં વિસ્તારમાં લમ્પી વાઈરસ કાબુમાં લેવા ની માંગ કરી છે.થરાદ વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મોટાપાયે ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે લેમ્પી વાયરસના કારણે અહીંની પાંજરાપોળ તેમજ ખુલ્લામાં ફરતી ગાયો તેમજ પશુધન મોતને ભેટી રહ્યું છે તેમજ આ વાયરસ ઝડપી પ્રસરી રહ્યો હોવાના કારણે ઘણા પશુઓ પણ આ વાયરસનો ભોગ બની રહ્યા છે જેના કારણે મારા મત વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં થરાદ નગર પાલિકા વિસ્તારમાં 100 કરતા વધારે ગાયો મોત ને ભેટી છે તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે ગાયો મૃત્યુ પામી છે જેના મૃતદેહોનો યોગ્ય નિકાલ થતો નથી જેના કારણે આ રોગચાળો વધુ ને વધુ વકરી રહ્યો છે તથા થરાદ તાલુકાના મુખ્ય પશુ દવાખાના તેમજ અન્ય પશુ દવાખાનાઓમાં પશુ ડોકટરો ના હોવાને કારણે આ પશુધન ભગવાન ભરોસે આ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે આના કારણે પશુઓના સારવાર માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે દવાઓ અને રસીની અછત છે આ તમામ મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપને લમ્પી વાયરસની રસીપૂરી પાડવા તેમજ થરાદ મુખ્ય પશુ દવાખાના તેમજ આજુબાજુના પશુ દવાખાનાઓમાં વેટરનરી ડોક્ટરની તાત્કાલિક નિમણુક કરવામાં આવે તો આ ગંભીર પરિસ્થતિમાંથી બહાર નીકળી શકશું અને આ મૂંગા પશુઓને બચાવી શકીશું અને જો આ વેટરનરી ઓફિસર તેમજ પશુ ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક તેમજ અને દવાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં નહિ આવે તો અમે આના માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756