ડભોઇ મન્સૂરી પિંજારા વોરા સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામાં આવ્યું

ડભોઇ ખાતે મન્સૂરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજ ના તેજસ્વી તારલાઓ નું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું.જેમા 70 પરેન્ટાઇલ થી વધુ ગુણ મેળવનાર કુલ 65 જેટલા વિધાર્થીઓ ને સર્ટિફિકેટ સાથે ટ્રોફી આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડભોઇ ના ધારાસભ્ય સહિત ડભોઇ નગર ના સામાજિક આગેવનો,ડોકટરો,તેમજ શિક્ષકો સહિત મન્સૂરી વોરા સમાજ ના અગ્રણીઓ,તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષણ એ સમાજ પરિવાર,અને સ્વ વિકાસ માટે આવશ્યક અને અનિવાર્ય પરિબળ છે,શિક્ષણ ક્ષેત્રે સમાજ ના વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા માટે પ્રેરાય,અને શિક્ષણ ક્ષેત્રે વિધાર્થીઓ માં રુચિ વધે તે હેતુ થી ઉચ્ચ ગુણ મેળવનાર તેજસ્વી વિધાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું હતુ.ડભોઈ મન્સૂરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ સઈદભાઈ મન્સૂરી,તેમજ મંત્રી યુસુફભાઈ ફાતીયા ની આગેવાની ના યોજાયેલ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, કેળવણી મંડળ ના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ,તેમજ સૈયદ સૈફુદીન સાહબ,વિશેષ ઉપસ્થિત માં તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.સાથે જ આ પ્રસંગે ડભોઇ પાલિકા કારોબારી સમિતિ ના ચેરમેન વિશાલ શાહ,નાણાંપંચ ચેરમેન બીરેન શાહ,નોબલ પબ્લિક સ્કૂલ ના એ.એ.માધવાણી, ડભોઇ શહેર ભાજપ પ્રમુખ ડો, સંદીપ શાહ,કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756