અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૫ ઓગસ્ટે ભરતી મેળો યોજાશે
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૫ ઓગસ્ટે ભરતી મેળો યોજાશે
અમરેલી : અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૨૫ ઓગસ્ટ, ૨૦૨૨ને ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન,અમરેલી ખાતે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ટ્રેઈની આપરેટરની જગ્યા માટે ૧૮-૨૮ વર્ષની વય મર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૦ કે ધો.૧૨ પાસ અથવા આઈ.ટી.આઈની શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉમેદવારો ભાગ લઈ શકશે. રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756