સરદારધામ યુવા તેજ ડભોઇ તાલુકા તથા શહેર ના હોદેદારો ની વરણી કરવામાં આવી

સરદારધામ યુવા તેજ ડભોઇ તાલુકા તથા શહેર ના હોદેદારો ની વરણી કરવામાં આવી
Spread the love

સમાજ નિર્માણ થી રાષ્ટ્ર ધ્યેય સાથે આગેકૂચ કરી રહેલા સરદાર ધામ તથા સમગ્ર ટ્રસ્ટી ગણ દ્વારા સરદાર ધામ યુવા તેજ વડોદરા જિલ્લા ડભોઇ તાલુકા ના હોદેદારો ની વરણી કરવામાં આવી હતી.મિશન 2026 અંતર્ગત સરદારધામ ના માધ્યમ થી સમાજ ના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા શક્તિ ના સર્વાંગી વિકાસ માટે ના અભિયાન માં સૌ સાથે મળી ઉમંગ ઉત્સાહ અને ઉર્જા સાથે સમાજ ની વિસ્તૃત ,નિસ્વાર્થ,સેવા હેતુ જિલ્લાઓ તેમજ તાલુકાઓ માં હોદેદારો ની વરણી કરવામાં આવી હતી.જેમાં ડભોઇ શહેર ના નીરવ ભીખાભાઇ પટેલ (એન.આર) કન્વીનર તરીકે,તથા વરુણભાઈ હસમુખભાઈ પટેલ તથા ડિમ્પલભાઈ પુનમભાઈ પટેલ ની સહ કન્વીનર તરીકે એક વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.જ્યારે ડભોઇ તાલુકા માં થી રમેશભાઈ .બી.કોઠીયા ની કન્વીનર તરીકે તેમજ ભરતકુમાર જયંતીભાઈ પટેલ,મિહિરભાઈ રાજેન્દ્રભાઇ પટેલ,કૃતિકભાઈ નિલેશભાઈ પટેલ,મેહુલકુમાર વીપીનભાઈ પટેલ ની સરદાર ધામ યુવા તેજ સહ કન્વીનર તરીકે એક વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.તમામ કન્વીનર તથા સહકન્વીનરો સહિયારા પ્રયાસ થી સરદારધામ ને નવી ઊંચાઈ એ લઈ જવા માટે પ્રયત્ન કરશે તેવા સંકલ્પ સાથે સરદાર ધામ ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220823_144257.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!