ભોરડુ સરપંચ દ્વારા થરાદ-ડેડુવા બસ ચાલું કરવા માંગ

ભોરડુ ગામ નાં સરપંચ દ્વારા બસ નો રુટ ચાલુ કરવા થરાદ ધારાસભ્ય, નાયબ કલેકટર અને ડેપો મેનેજર પાસે લેખિત માં માંગણી કરી છે.થરાદથી ઉપડતી ૧૭:૦૦ કલાકની બસ થરાદ ધાનેરા ડેડવા કોરોના કાળ દરમ્યાન બંધ કરી દેવામાં આવેલ છે. જેના કારણે અમો મુસાફર જનતાને લાંબા સમયથી હાલાકી વેઠવી પડે છે. જે વર્ષો જુની રેગ્યુલર સમયસર ચાલતી ગાડી બંધ કરી દેવામાં આવેલ છે જેના કારણે અમો થરાદથી ડેડવા જતા રસ્તામાં આવતા વિવિધ ગામની જનતા માટે સમયસર ચાલતી અનુકળ છેવાડાના ગામડા સુધીની સેવા મળવાપાત્ર હતી પણ કોઈ અગમ્ય કારણોસર આ ગાડી બંધ કરી દેવામાં આવેલ છે. જેના કારણે તે સમયે અમો મુસાફર જનતાને હાલાકી વેઠવી પડે છે તેમજ સવારે રીટર્ન આવતી તે ગાડીમાં અમારા તમામ મુસાફર જનતા અને વિધાર્થીઓને કોલેજ કે સ્કલ જવા માટે પણ વર્ષોથી સમયસર ચાલતી ગાડી બંધ કરી અમોને મુશ્કેલીમાં મુકેલ છે વિગતવાર જાણકારી મેળવતાં અમોને જાણવા મળેલ કે આ ગાડી યુનીયનવાદના કારણે બંધ કરી દેવામાં આવેલ છે. તો આ રૂટ પણ સારી આવકમાં ચાલતી ગાડીને પણ બંધ કરી દેવામાં આવે છે આમ થોડા સમય માટે ગાડીઓ ચાલ કરી અને બંધ કરવામાં આવતી હોઈ જે મુસાફરો તથા આમ જનતાને ખુબજ નુકશાન કારક છે તો લોકો માંગણી છે કે વર્ષો જુની થરાદથી ઉપડતી ૧૭:૦૦ કલાકની બસ થરાદ ધાનેરા ડેડુવા અને સવાર પછી ફરતી ૮:૦૦ થી ૮:૩૦ ગાળાની આ ગાડીને ચાલુ કરી અમારી સમસ્યાન નિવારણ લાવવા અને વિધાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં લઈ ગાડી ચાલ કરવા માટેની માંગણી ભોરડુ ગામ નાં સરપંચ કે ડી વાઘેલા દ્વારા કરવામાં આવી છે
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756