વળાવડ ગામ માં સરકારી પ્રાથમિક શાળા ના ૬૮ માં સ્થાપના દિવસ ની રંગારંગ ઉજવણી.

વળાવડ ગામ માં સરકારી પ્રાથમિક શાળા ના ૬૮ માં સ્થાપના દિવસ ની રંગારંગ ઉજવણી.
આફરીન કરતી સાંસ્કૃતિક કૃતિ ઓથી સર્વ અભિભૂત કરતા છાત્રો
સિહોર તાલુકા વળાવડ ગામ માં સરકારી પ્રાથમિક શાળા નો ૬૮ માં સ્થાપના દિવસ ની રંગારંગ ઉજવણી તાલુકા વિકાસ અધિકારી ની અધ્યક્ષતા માં યોજાયો સિહોર તાલુકા ના નાના એવા વળાવડ ગામે પ્રાથમિક શાળા માં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાથીઓનું સન્માન સમારોહ એવમ સાંસ્કૃતિક કાર્યકમ યોજાયો. નાનકડા ગામમાં અઢી લાખ નુ દાન ગ્રામજનો દ્વારા શાળાને મળ્યું વળાવડ પ્રાથમિક શાળા પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે તેવી સરકારી સ્કૂલ છે ૬૮ માં સ્થાપના દીને ભવ્ય સાંસ્કૃતિક કાર્યકમ માં વિદ્યાર્થીઓ એ આફરીન કરતી જોમ જુસ્સા સાથે એક એક થી ચડિયાતી કૃતિ ઓથી સર્વ ને અભિભૂત કર્યા હતા અને શાળા ના છાત્રો ઓમાં રહેલ ટેલેન્ટ થી સર્વ કોઈ ને અવગત કર્યા હતા
૬૮ માં શાળા સ્થાપના દિન ના કાર્યક્રમ ને સફળ બનાવવા “માં” જેટલું સ્તર ધરાવતા માસ્તરો શાળા પરિવાર આચાર્ય એ જહેમત ઉઠાવી હતી શાળા માં વિદ્યા અભ્યાસ કરી નામ દામ કમાઈ અન્યત્ર શહેર ને કર્મભૂમિ બનાવી રહેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ગુરુવંદના કરાય હતી અને સ્મૃતિ ઓ વાગોળી હતી ૬૮ માં સ્થાપના ની ઉજવણી કાર્યક્રમ ને સફળ બનાવવા આચાર્ય પદમાબેન હરેશભાઈ જોશી સમગ્ર સ્ટાફ તેમજ સરપંચ સુરાભાઈ કરમટિયા બબાભાઈ વિનુભાઈ એ જેહમત ઉઠાવી હતી ૬૮ માં શાળા ના સ્થાપના દિન ની ભવ્ય ઉજવણી માં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ વાલી ઓ વિદ્યાર્થી ઓની વિશાળ હાજરી માં ભવ્ય રીતે ઉજવાયો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756