મોરબી : પતિ તરીકે સાથે રહેતા નરાધમે પોતાની પાંચ વર્ષની બાળકીને પીખી નાખી

મોરબી : પતિ તરીકે સાથે રહેતા નરાધમે પોતાની પાંચ વર્ષની બાળકીને પીખી નાખી
Spread the love

પરપ્રતિય મહિલા સાથે પતિની જેમ રહેતા નરાધમે બાજુની ઓરડીમાં રમતી બાળા સાથે હેવાનીયતભર્યું કૃત્ય આચર્યું

મોરબી : મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં માસૂમ પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ શરમજનક કૃત્ય બાળકીની માતા સાથે પતિની જેમ રહેતા શખ્સે આચર્યું હોવાનું સામે આવતા આ નરાધમ ઉપર ફિટકારની લાગણી વરસી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક સીરામીક ફેક્ટરીમાં પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બીજા રાજ્યમાંથી થોડા સમય અગાઉ પતિને છોડીને પોતાની પાંચ વર્ષની દીકરી સાથે સીરામીક કારખાનાની ઓરડીમાં રહીને મજૂરી કામ કરવા આવેલી મહિલાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વતની રવિરાજ રાજેન્દ્રભાઈ થરેસા સાથે પ્રેમ સંબંધ બંધાતા આ બન્ને કારખાનાની એક જ ઓરડીમાં ઘણા સમયથી પતિ પત્નીની જેમ જ રહેવા લાગ્યા હતા. દરમિયાન બન્ને પતિ પત્નીની જેમ રહેતા હોય આ સંબંધથી સાવકો બાપ થતો હોવા છતાં આ નરાધમે સાથે રહેતી પરપ્રાંતીય મહિલાની પાંચ વર્ષની દીકરી ઉપર નજર બગાડી હતી અને બનાવના દિવસે મહિલા પોતાની ઓરડીમાં હોય અને બીજી બાજુની ઓરડીમાં રમતી પોતાની પુત્રી સમાન આ બાળકી પાસે જઈ ઓરડીને અંદરથી બંધ કરીને નરાધમે બાળકી ઉપર કુર્કમ આચર્યું હતું. હવસ સંતોષી લીધા બાદ નરાધમ ભાગી ગયો હતો. જ્યારે હેવાનીયત કૃત્યનો ભોગ બનેલી બાળકી દર્દથી રડતી હોવાથી તેની માતા અને આસપાસના લોકો દોડી ગયા ત્યારે આ નરાધમની પાપલીલાનો ભાંડો ફૂટ્યો હતો અને મહિલાએ આ શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ મહિલાએ કહ્યું હતું કે તેણીએ આરોપી સાથે લગ્ન કરી લીધા હોવાનો દાવો કર્યો હતો. પણ આ અંગે કોઈ પુરાવા ન હોય સાચી હકીકત બહાર લાવવા મહિલાના અસલ પતિને જાણ કરીને મોરબી બોલાવ્યા છે. જે આવ્યા બાદ જ તેના છૂટાછેડા થઈ ગયા બાદ આ બીજા લગ્ન છે કે કેમ તે હકીકત બહાર આવશે અને હાલ આરોપી હાથવેંતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

રીપોર્ટ :- જનક રાજા,મોરબી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

16-13-21-morbi-taluka-police-station-ok-P.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!