અંકલેશ્વરના નવી દિવી ખાતે સતત 10મા વર્ષે અન્નકૂટ મહોત્સવ યોજાશે

- દશાવતાર દર્શનની તૈયારીઓ પણ પૂરશોરમાં
અંકલેશ્વરના નવા દિવી ખાતે 10માં વર્ષે અન્નકૂટ મહોત્સવ અને શ્રી દશાવતારના દર્શનનું આયોજન કરાયું છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ભાવિક ભક્તોને પધારવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અંકલેશ્વરના નવી દિવી ગામ ખાતે નવા વર્ષ નિમિત્તે 10મા અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની સાથે શ્રી દશાવતાર દર્શનની પણ તૈયારીઓ જોરશોરમાં શરૂ કરવામાં આવી છે.
નવી દીવી ખાતે આવેલા શ્રી ભાથીજી મંદિર પરિવાર દ્વારા લોક સહકારથી છેલ્લા 9 વર્ષથી ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે. આ વર્ષે પણ ભક્તો માટે આવતીકાલે 26મી ઓક્ટોબરના રોજ અન્નકૂટ ઉત્સવ રાખવામાં આવ્યો છે. જ્યારે સવારે 7:30 કલાકે અન્નકૂટ આરતી, અન્નકૂટ દર્શન અને સવારથી સંધ્યા આરતી સુધી અન્નકુટ દર્શન ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેની સાથે શ્રી દશાવતાર અન્નકૂટના દર્શનાર્થે પધારવા ભક્તોને આયોજકો દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.