માનવ સેવા એજ પ્રભુ સેવા ગ્રુપ’ નો 14 માં વર્ષમાં પ્રવેશ, સેવામય ઉજવણી

રાજકોટ માનવ સેવા એજ પ્રભુ સેવા ગ્રુપ’ નો 14 માં વર્ષમાં પ્રવેશ, સેવામય ઉજવણી
“માનવ સેવા એજ પ્રભુ સેવા ગ્રુપ” (ધર્મેશ પારેખ) દ્વારા વર્ષ દરમિયાન નિયમિત રૂપે ગૌમાતા ને લીલું, લાડવા, જરૂરિયાતમંદ લોકોને નિયમિત રૂપે ખીચડી કીટ, રાશન કીટ, મેડીકલ સહાય, ભણતર ઉપયોગી સહાય વગેરે સેવાભાવી કાર્યો કરવામાં આવે છે. જેમાં તેમને સેવાભાવી કાર્યકર્તાઓ, દાતાઓ, સંસ્થાઓનો સાથ સહકાર મળતો રહે છે. જરૂરીયાતમંદ અને નબળી ગાયોની સેવા પણ સતત કરવામાં આવે છે. વર્તમાન સમયમાં ‘માનવ સેવા એજ પ્રભુ સેવા ગ્રુપ’નો 14માં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે ત્યારે સભ્ય મંડળ દ્વારા તેની સેવામય ઉજવણી કરવામાં આવશે. આ અર્થે સેવાકીય કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમ 4 તારીખે, રવિવારનાં રોજ સાંજે 4:30 વાગ્યાથી જય ગુરુદત્ત ગૌશાળા/અન્નક્ષેત્ર દ્વારા સંચાલિત શ્રી ગુરૂદતાત્રેય ચેરીટેબલ ટ્રસ્ટ, ચોકી ધાની પછી હનુમાન ધારા રોડ, રંગપર પાટીએ, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં ભોજનપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સૌ ને આ કાર્યક્રમમાં પધારવા ધર્મેશભાઈ પારેખ, રૂપેશભાઈ કલોલીયા, પરેશભાઈ માંડલિયા, નીતિનભાઈ પારેખ, અતુલભાઇ પારેખ, આર્યનભાઈ પારેખ, તેજસભાઈ આડેસરા, સુજલ ભાઈ પારેખ, પ્રકાશભાઈ વઢવાણા, નિર્મલભાઇ ઝવેરી, વિશાલભાઈ રાણપરા, કપિલભાઈ પરમાર, વિશાલભાઈ નાઢા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે માનવ સેવા એજ પ્રભુ સેવા ગ્રુપનાં ધર્મેશ પારેખ (મો. 99245 39605) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756