એકતા નગર જતી ટ્રોનો નું ચાણોદ સ્ટેશન પર સ્ટોપેજ કરવા સાંસદ ગીતાબેન રાઠવા ની સંસદ માં રજુઆત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ડ્રિમ. પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સમગ્ર દેશ માં થી પ્રવાસીઓ એકતા નગર આવી શકે તે માટે વિવિધ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જે પૈકી તમામ ટ્રેનો ડભોઇ તાલુકા ના પવિત્ર યાત્રાધામ ચાણોદ થી પસાર થઈ એકતા નગર પહોંચે છે પરંતુ ચાણોદ થી પસાર થતી ટ્રેન નું ચાણોદ સ્ટેશન પર સ્ટોપેજ ન થતા છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા ટ્રેનો નું ચાણોદ સ્ટેશન પર સ્ટોપેજ થાય તે મુદ્દે સંસદ માં રજુઆત કરી હતી.ચાણોદ હિંદુ ધર્મ નું પવિત્ર યાત્રાધામ છે જ્યાં ત્રિવેણી સંગમ પર ભારત ભર માંથી શ્રદ્ધાળુઓ તેઓના સ્વજનો નું અસ્થિ વિસર્જન તેમજ પિતૃ તર્પણ કરવા આવતા હોય છે.તેમજ નજીક માં જ કુબેર ભંડારી નું મંદિર છે જ્યાં દર અમાસ ના દિવસે હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ આવતા હોય છે જે તમામ ને ટ્રેન ની સુવિધા નો લાભ મળે અને એકતાનાગર આવતા સહેલાણીઓ ચાણોદ ની મુલાકાત લઈ શકે તેવા હેતુ ને ધ્યાન માં રાખતા અને ચાણોદ ના નગરજનો ની ઘણા સમય થી આ અંગે ની રજુઆત ને ધ્યાન માં રાખી એકતા નગર જતી કે એકતા નગર થી આવતી ટ્રેનો નું ચાણોદ ખાતે સ્ટોપેજ થાય તે મુદ્દો સાંસદ ગીતા બેન રાઠવા દ્વારા સંસદ માં રજુ કરવામાં આવ્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756