ચાંદોદ ખાતે અન્નપૂર્ણા માતાજીના મંદિરે ૨૧ દિવસીય વ્રતની પુર્ણાહુતી નિમિતે મહા પ્રસાદી નું આયોજન કરાયું

શ્રી અન્નપૂર્ણા માતાજીના ૨૧ દિવસીય રાખવામાં આવતા વ્રતનો શુભારંભ માગસર સુદ છઠ્ઠને ૨૯ નવેમ્બરના રોજથી થયો છે. જે નિમિત્તે શ્રદ્ધાળુઓ ૨૧ દિવસીય સુધી વ્રતના ઉપવાસ પૂજા અર્ચના કથા વાંચન કરતા હોઇ છે. ખાસ કરી ને આ વ્રત મહિલાઓ કરતી હોય છે માતાજીના ૨૧ દિવસીય વ્રત દરમિયાન મધ્ય ગુજરાત નું એક માત્ર તીર્થ સ્થાન યાત્રાધામ ચાંદોદ ખાતેના ચક્રતીર્થ પાસે આવેલ કાશીવિશ્વ નાથ મહાદેવ મંદિર ના પતંગણ માં શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે આવેલું છે જેમાં ખાસ ભરૂચ- પંચમહાલ- ગોધરા વડોદરા, છોટાઉદેપુર, આણંદ જેવા અનેક જિલ્લામાંથી વ્રતધારીઓ દરરોજ દર્શન માટે આવતા હોય છે ત્યારે આ વ્રતનો ગઈ કાલે છેલ્લા દિવસ હતો અને આજે વ્રત છોડવા માટે અન્નપૂર્ણા માતાજી ના મંદિરે દર્શન પૂજા કરી વ્રતની પુર્ણાહુતી કરે છે અને અન્નપૂર્ણા માતાજી સેવક મંડળ દ્વારા મહા પ્રસાદી ભંડારા નું આયોજન કરવામાં આવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756