ધારી ગીર ના કરમદડીનો આનંદ આશ્રમ બન્યો રામમય

ધારી ગીર ના કરમદડીનો આનંદ આશ્રમ બન્યો રામમય
ધારી ગીર ના કરમદડીનો આનંદ આશ્રમ બન્યો રામમય
ભગવાન ભોળાનાથ, રામ દરબાર, સિદ્ધ કાળભૈરવના જ્યાં બેસણા છે એવાં ગીરની ગોદમાં આવેલ ગરવું ગામ કરમદડી આનંદ આશ્રમ પૂ. સંત શ્રી સિદ્ધરામદાસબાપુ ગુરુ શ્રી પહુડિયાબાપુની તપોભૂમિમાં રચાયો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ.ગૌશાળાના પવિત્ર અને પ્રાકૃતિક વાતાવરણમાં ગુરુગાદી ત્રબંકપુરના મહંત શ્રી કીરીટદાસબાપુના વ્યાસાસને “શ્રી રામ ચરિત માનસ” કથા પારાયણનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું. રામાયણના વિવિધ પ્રસંગો રામ જન્મોત્સવ, તાડકાવધ, અહલ્યા ઉધ્ધાર, યજ્ઞ રક્ષા, ધનુષ્ય ભંગ, સીતારામ વિવાહ, કૈકેયી વચન, કેવટ પ્રસંગ, વનવાસ, શબરીના બોર, ચિત્રકૂટ ભરતમિલાપ, દશરથ મૃત્યુ, પંચવટી આગમન, સીતાહરણ, હનુમાન મિલન, સુંદરકાંડ, વાલી-સુગ્રીવ, અંગદ, જાંબુવંતચરિત્ર, સેતુબંધ, લંકાદહન, વિભિષણની વાત, કુંભકર્ણ નિદ્રા, લક્ષ્મણ મૂર્છા, જડીબુટ્ટી, મેઘનાદ વધ, મંદોદરી વ્યથા, રાવણ વધ, લંકા વિજય, અયોધ્યા આગમન, રામ રાજ્યાભિષેક સહિતની ઉજવણી કરતાં વકતાશ્રીએ સંગીત સાથે શ્રોતાઓને રસપાન કરાવ્યું હતું. સાધુ, સંતો સહિત કરમદડી, ખીસરી, ત્રબંકપુર, દુધાળા, જીરા, સરસિયા, ધારી સહિતના સેવકોએ જ્ઞાન ગંગાનો લાભ લીધો.આનંદ આશ્રમનાં આ પાવન ઉત્સવમાં દૂર-દૂરથી પૂ. સિદ્ધરામબાપુના હજારો સેવકો પધાર્યા હતાં અને ભજન-ભક્તિનો ધર્મ લાભ લેતાં ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756