જીલ્લાનું મુખ્ય મથક અમરેલીમાં કચરાના ઢગલા..સત્તાધીશોની બેદરકારી થી રોગચાળો થશે..!!? સાવધાની રાખવાની ખાસ જરૂર.

જીલ્લાનું મુખ્ય મથક અમરેલીમાં કચરાના ઢગલા..સત્તાધીશોની બેદરકારી થી રોગચાળો થશે..!!? સાવધાની રાખવાની ખાસ જરૂર.. સંભવિત કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ થી સરકાર અને આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે ત્યારે અમરેલી શહેરમાં સ્થાનિક નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને અણઆવડત ને કારણે કચરાના ઢગલા ના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોય ગમ્મે ત્યારે રોગચાળો ફેલાશે તો..?? આ તસવીરો ની હકીકત મુજબ સિવિલ હોસ્પિટલ અને કામ ચલાઉ એસ.ટી.બસ સ્ટેન્ડ વચ્ચે જીલ્લા પંચાયત ના રોડ તરફ કચરાના ઢગલા(ઉકરડા) જોવા મળે છે. આ વિસ્તારના લોકો ની સાથે સતત અવર – જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો આ ગંદકી થી ત્રસ્ત છે.નગરપાલિકાના પ્રમુખ,આરોગ્ય સમિતિના જવાબદાર ચેરમેન ,ચીફ ઓફિસર અને નવા ચૂંટાયેલા ધારાસભ્ય અમરેલીના વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ કામ કરાવે તે ખાસ જરૂરી બન્યું છે.તંત્ર કોરોનાના ભયંકર રોગને ડામવા માટે સજ્જ બન્યું છે ત્યારે સ્થાનિક તંત્ર પણ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે સજ્જ થઈ નિયમિત સફાઈ અભિયાન તેજ બનાવે અને કોઈપણ પ્રકારની બીમારી અથવા રોગચાળો ન ફેલાય તે માટે સંકલન થી કામગીરી કરે અને કલેકટર તંત્ર પણ આ અભિયાનમાં સક્રિય ફરજ બજાવે એવી બુલંદ માંગ ઉઠી છે.
રિપોર્ટ અતુલ શુક્લ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756