નવતર પ્રયોગના આધારે ગિરીશકુમાર ધારૈયાને ‘ટીચિંગ એક્સેલન્સ એવોર્ડઃ 2022’ થી સન્માનિત કરાયા.

ગારીયાધાર નવતર પ્રયોગના આધારે ગિરીશકુમાર દેવશીભાઈ ધારૈયાને ‘ટીચિંગ એક્સેલન્સ એવોર્ડઃ 2022’ થી સન્માનિત કરાયા.
ગુજરાતના ભાવનગર જિલ્લાની શ્રી વાવપ્લોટ પ્રાથમિક શાળા : ગારિયાધારના શિક્ષક શ્રી ગિરીશકુમાર દેવશીભાઈ ધારૈયાને ‘ટીચિંગ એક્સેલન્સ એવોર્ડ’ થી સન્માનિત કરાયા. દેશભરના 37 શ્રેષ્ઠ શિક્ષકોએ આ સન્માન મેળવ્યું.
ઈનોવેશનના આધારે દેશના તમામ રાજ્યોમાંથી કુલ 110 શિક્ષકોને આ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. કુલ 37 શિક્ષકોની કડક પસંદગીના માપદંડોમાંથી પસાર થઈને, રાષ્ટ્રીય જ્યુરી સમક્ષ તેમના શૈક્ષણિક અને નવીન કાર્યોની રજૂઆત – *ઓનલાઈન મતદાન* બાદ રાષ્ટ્રીય સ્તરે આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. વર્ચ્યુઅલ એવોર્ડ અર્પણ કરવા સાથે ગિરીશકુમારને ગારિયાધાર મેજીસ્ટ્રેટ – મામલતદાર શ્રી લાવડીયા સાહેબના હસ્તે પ્રમાણપત્ર, ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવેલ છે. આ સિદ્ધિ બદલ પ્રાથમિક શિક્ષક ગિરીશકુમાર દેવશીભાઈ ધારૈયાને અનેક જનપ્રતિનિધિઓ, વિભાગીય અધિકારીઓ – આચાર્યો અને શિક્ષકોએ ખુશી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756