જામનગર : સતત ચોથા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ , 81.45 લાખ ની ચોરી ઝડપાઈ

જામનગર : સતત ચોથા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ , 81.45 લાખ ની ચોરી ઝડપાઈ
Spread the love

જામનગર શહેર અને જિલ્લામાં પીજીવીસીએલનું તંત્ર દરોડા પાડી રહ્યું છે, અને જામનગર શહેર અને જિલ્લામાંથી ત્રણ દિવસ દરમિયાન ૧૯૨ વિજ જોડાણ માંથી ૮૧.૪૫ લાખની વિજ ચોરી પકડી પાડી છે, જયારે આજે સતત ચોથા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

જામનગરના પીજીવીસીએલના તંત્ર દ્વારા કુલ ૩૦ જેટલી ટુકડીઓને આજે ઉતારવામાં આવી છે, અને ૧૫ એસઆરપીના જવાનો તેમજ ૧૨ નિવૃત્ત આર્મીમેન અને ત્રણ વિડીયોગ્રાફરની મદદ લેવામાં આવી રહી છે.

જામનગર શહેરના યાદવ નગર વિસ્તાર, વિજયનગર વિસ્તાર, વુલનમિલ રોડ અને આસપાસની સોસાયટીઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત લાલપુર ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી મોટા પાયે વિજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

જામનગર શહેર ધ્રોળ-જામજોધપુર સહિતના વિસ્તારોમાંથી ત્રણ દિવસ દરમિયાન ૧૯૨ વિજ જોડાણમાં વિજ ચોરી પકડાઇ છે, અને તેઓને ૮૧.૪૫ લાખના વીજ ચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230106-WA0101-0.jpg IMG-20230106-WA0102-1.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!