જીવદયા—ગૌસેવા શાકાહાર પ્રચાર–પ્રસાર નાં હોડીગ્સ મુકાયા

જીવદયા—ગૌસેવા શાકાહાર પ્રચાર–પ્રસાર નાં હોડીગ્સ મુકાયા
Spread the love

જીવદયા—ગૌસેવા શાકાહાર પ્રચાર–પ્રસાર નાં હોડીગ્સ

રાજકોટ.સમસ્ત મહાજન અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા રાજકોટનાંમુખ્ય ચોક વિસ્તારમાં જીવદયા—ગૌસેવા શાકાહાર પ્રચાર–પ્રસારનાં વિવિધ હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા.જળ, જમીન, જન, જંગલ, જનાવર ની સુખાકારી માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા સમસ્ત મહાજન તથા સમગ્ર ભારતમાં નિઃશુલ્ક પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઈન દ્વારા રાજકોટનાં મુખ્ય ચોક વિસ્તારમાં જીવદયા-ગૌસેવા શાકાહાર પ્રચાર-પ્રસારનાં વિવિધ હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે વૈશ્વિક સંસ્થા સમસ્ત મહાજન તથા શ્રી ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા વખતો વખત ગૌસેવા, શાકાહાર પ્રસાર–પ્રસારના અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે.
આ પ્રસંગે રાજકોટના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી દર્શીતાબેન શાહ, અર્હમ યુવા સેવા ગ્રુપના સેતુરભાઈ દેસાઈ, પશુપાલન અને ડેરી મંત્રાલય(ભારત સરકાર)નાં માનદ સલાહકાર મિતલ ખેતાણી, સમસ્ત મહાજનના કુમારપાળ શાહ, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, ધીરૂભાઇ કાનાબાર, ઘનશ્યામભાઇ ઠકકર, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહયાં હતાં.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20230401_200728.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!