ધારી તાલુકામાં એફ. પી .ઓ. ના માધ્યમથી ટેકાના ભાવે ચણા ખરીદવામાં આવી રહ્યા

ધારી તાલુકામાં એફ. પી .ઓ. ના માધ્યમથી ટેકાના ભાવે ચણા ખરીદવામાં આવી રહ્યા
Spread the love

ભારત સરકાર તથા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી નો આભાર માનતા ધારી તાલુકાના ખેડૂતો

સરકારશ્રી દ્વારા ખેડૂતોને પોષણ ક્ષમભાવ મળી રહે તે માટે  પી એસ એસ યોજના અંતર્ગત ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ છે ધારી તાલુકામાં એફ. પી .ઓ. ના માધ્યમથી ભાવનાબેન ગોંડલીયા ના નેતૃત્વમાં ટેકાના ભાવે ચણા ખરીદવામાં આવી રહ્યા

ધારી ભારત સરકાર તથા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી નો આભાર માનતા ધારી તાલુકાના ખેડૂતો
સરકારશ્રી દ્વારા ખેડૂતોને પોષણ ક્ષમભાવ મળી રહે તે માટે પી એસ એસ યોજના અંતર્ગત ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ છે
ધારી તાલુકામાં એફ. પી .ઓ. ના માધ્યમથી ભાવનાબેન ગોંડલીયા ના નેતૃત્વમાં ટેકાના ભાવે ચણા ખરીદવામાં આવી રહ્યા છે 31 માર્ચ ની સ્થિતિએ 8 કરોડ રૂપિયાનો માલ ખરીદી ખેડૂતોને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે એવા સમયે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના નેતૃત્વમાં ખરીદીના આઠ દિવસમાં પેમેન્ટ ખેડૂતોના ખાતામાં જમા આવી ગયું જેનાથી ધારી તાલુકાના સાડા ત્રણસો ખેડૂતોએ દિલીપભાઈ સંઘાણીનો તેમજ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે હાલ ખેડૂતોને પાક ધિરાણ નવાજૂનું કરવાની સીઝન ચાલી રહી છે એવા સમયે ધારી તાલુકામાં થોડા દિવસમાં આઠ થી દસ કરોડ રૂપિયા ખાતામાં આવી જશે જેનાથી ખેડૂતોને રાહત મળશે.
આ તકે એફ. પી .ઓ ના ચેરપર્સન ભાવના બેન ગોંડલીયા એ જણાવ્યું હતું કે હમારી સંસ્થા દ્વારા જેટલું બને તેટલું ઝડપથી સુવિધા સફર પારદર્શક કામ કરવામાં આવે છે રોજે રોજ ખેડૂતો ના બીલની વ્યવસ્થા તેમજ વેરહાઉસ રસીદો સમયસર મોકલવાથી ખેડૂતોને ઝડપી નાણા મળી ગયા છે. ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન તળે તમામ સંસ્થાઓને ખેડૂતોના હિતમાં કામ કરવા સૂચનાઓ આપવામાં આવેલ છે જે અંતર્ગત આજે ખેડૂતોના ખાતામાં ફક્ત આઠ દિવસમાં 3:30 કરોડ રૂપિયા આવ્યા છે જેનાથી ખેડૂતો તારી માર્કેટ યાર્ડ ખાતે આનંદ વ્યક્ત કરવા ઉપસ્થિત થયા હતા ખેડૂત પ્રતિનિધિ હિંમતભાઈ મેશીયા ,દેવરાજભાઈ મેશિયા ,ચંદુભાઈ માલવયા, રણછોડભાઈ ગજેરા, પરસોત્તમભાઈ રાખોલીયા ,મધુભાઈ સોહલીયા શંભુભાઈ સોહલીયા, અશ્વિનભાઈ ગજેરા ,મનુભાઈ બાબરીયા, ધનસુખભાઈ રૂડાણી ,ભાવેશભાઈ માલવીયા ,જેરામભાઈ સેંજલીયા લાલજીભાઈ ગજેરા ,ઉમંગભાઈ ગજેરા ,ભાવિક કુમાર સોરઠીયા કરમશીભાઈ સુખડિયા, ભાઈલાલભાઈ ગેડિયા, ભુપતભાઈ કોટીલા, ચંદુભાઈ ગેડિયા, સહિત અનેક ખેડૂતોએ દિલીપભાઈ સંઘાણી નો આભાર વ્યક્ત કર્યો હતો ધારી તાલુકાના 310 ખેડૂત ના ખાતામાં 3:30 કરોડ જેવી રકમ જમા આવી ખેડૂતોને પાક ધિરાણ ભરવામાં રાહત થશે ટેકાના ભાવે ખરીદી ના આઠ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં પેમેન્ટ આવતા આનંદનો માહોલ તેમ ભાવના ગોંડલીયા એ જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230404-WA0080.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!