શ્રધ્ધાળુ ભાવિકો માટે ભુરખિયા મંદિર પ્રસાશન તરફ થી ઉત્તમોતમ વ્યવસ્થા

શ્રધ્ધાળુ ભાવિકો માટે ભુરખિયા મંદિર પ્રસાશન તરફ થી ઉત્તમોતમ વ્યવસ્થા
Spread the love

ચૈત્રી પૂનમ શ્રી હનુમાન જ્યંતી ના પાવન પર્વ એ લાખો શ્રધ્ધાળુ ભાવિકો માટે ભુરખિયા મંદિર પ્રસાશન તરફ થી ઉત્તમોતમ વ્યવસ્થા

“દુરસદુર થી આવતા પદયાત્રી શ્રધ્ધાળુ ભાવિકો માટે ઠેરઠેર સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સંગઠનો દ્વારા ચા શરબત અલ્પહાર ના સ્ટોલ”

“બુધવાર ની મોડી રાત્રી થી માનવ પ્રવાહ દાદા ના દર્શન માટે પદયાત્રા કરશે”

“બે લાખ ભાવિકો દર્શન કરશે એક લાખ શ્રધ્ધાળુ ભાવિકો ને ભોજન પ્રસાદ”

“મંદિર પ્રશાશન અને સમસ્ત ભુરખિયા ગામ સહિત હજારો સ્વંયમ સેવકો સતત ખડેપગે દર્શનાર્થીઓ માટે ઉત્તમોત્તમ વ્યવસ્થા”

“મંદિર પરિસર માં સતત નેત્રમ રાખશે બાજ નજર”

“પદયાત્રી ઓની સુરક્ષા સગવડ માટે PGVCL અને પોલીસ રહેશે સતત સેવા માં”

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનાનજી મંદિર પ્રશાશન તરફ થી શ્રી હનુમાન જ્યંતી ને લઈ અદભુત વ્યવસ્થા બે લાખ થી વધુ ભાવિકો શ્રધ્ધાભાવ થી દાદા ના દર્શન કરશે એક લાખ ભાવિકો એક પંગત માં ભોજન પ્રસાદ મેળવશે તા.૦૫/૦૪/૨૩ ને બુધવાર ની મોડી રાત્રે દાદા ના દર્શન માટે દૂરસદુર થી અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી પદયાત્રા નો માનવ પ્રવાહ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર તરફ જશે રસ્તા માં ઠેર ઠેર સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સંગઠનો દ્વારા શ્રધ્ધાળુ ભાવિકો માટે ચા શરબત ઠંડા પાણી ફ્રૂટ સહિત ના અલ્પહાર ની વિના મૂલ્યે અવિરત સેવા ઓનો પ્રારંભ થશે રોશની ના ઝળહળાટ અને ભવ્ય સુશોભમ થી મંદિર પરિસર ને શણગાર મંદિર પ્રશાશન ટ્રસ્ટ સમસ્ત ભુરખિયા ગામ સેવા ટીમ પૂજારી પરિવાર કર્મચારી સ્ટાફ સહિત સ્વંયમ સેવકો ની ટીમ સતત ખડેપગે સેવારત શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ એવમ શ્રી ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના દુષયનભાઈ પારેખ હરજીભાઈ નારોલા જ્યેન્દ્રભાઈ પારેખ સુધીરભાઈ પારેખ કૌશિકભાઈ પારેખ હિમતભાઈ કટારીયા અમરશીભાઈ પરમાર વજુભાઇ સિદ્ધપૂરા મનીષબાપુ નિમાવત જીતુબાપુ નિમાવત સહિત અસંખ્ય ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવકો ની સતત હાજરી શ્રધ્ધાળુ ભાવિકો માટે ઉતમોતમ વ્યવસ્થા સાથે ઉજવાશે શ્રી હનુમાન જ્યંતી ઉત્સવ લાખો ભાવિકો માણશે મેળા ની મોજ દર્શન પૂજન અર્ચન ભોજન પ્રસાદ ઉતારા પાર્કિગ મેળા માં ઉમટશે માનવ મહેરામણ સમસ્ત ભુરખિયા ગામ તનમનધન થી બે દિવસીય સેવામય બનશે અનેરા ઉત્સાહ થી દાદા ની જન્મ જ્યંતી ને લઈ તૈયારી ઓ કરાય છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230401-WA0000.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!