ખેડા જિલ્લાના ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે

ખેડા જિલ્લાના ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે
Spread the love

બટાકાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે ખેડા જિલ્લાના ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે

સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ તા. ૦૬/૦૪/૨૦૨૩ થી તા. ૩૦/૪/૨૦૨૩ સુધી ખુલ્લું મુકવામાં આવશે

ખેડા જિલ્લાના જે ખેડૂતો બટાકાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા સહાય યોજના હેઠળ સહાય મેળવવા માંગતા હોઈ તે ખેડૂતો ઓનલાઈન અરજીઓ કરી શકે તે હેતુથી સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) તા. ૦૬/૦૪/૨૦૨૩ થી તા. ૩૦/૪/૨૦૨૩ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીપત્રકની પ્રિન્ટ આઉટ લઈ અરજીપત્રકમાં અરજદારે સહી અથવા અંગુઠાનું નિશાન કરી, આધાર કાર્ડની નકલ, ૭/૧૨ અને 8-અ ની નકલ, કોલ્ડ સ્ટોરેજમાં મુકેલ બટાટાનો જથ્થો દર્શાવતી પાવતીની પહોંચ, બેંક પાસબુક, રદ કરેલ ચેકની નકલ, વાવેતર અંગે તલાટીનો દાખલો, સંમતિ પત્રક (લાગુ પડતું હોય તો) નાયબ બાગાયત નિયમકશ્રીની કચેરી રૂમનં.: ૪-૫, બ્લોક “ડી”, સરદારપટેલ ભવન, નડીયાદ (૩૮૭૦૦૧)માં દિન ૮માં રજુ કરવાની રહેશે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Rasik-bhai-JBAG-20230414_084343.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!