ધોરાજી ખાતે કોરોના અંગેના આગોતરા આયોજનની સમીક્ષા કરતા પ્રાંત અધિકારી લીખિયા

કોરોનાને અટકાવવા માટે સમગ્ર રાજ્યમાં અલગ અલગ હોસ્પિટલ ખાતે જરૂરી સુવિધાઓનું આગોતરું આયોજન થઈ રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં કોવીડ-૧૯ના સંભવિત સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર સુસજ્જ બની કામગીરી કરી રહ્યું છે ત્યારે ધોરાજી તાલુકામાં તકેદારીનાં ભાગરૂપે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે ધોરાજી પ્રાંત અધિકારી જે.એન.લીખિયા તથા મામલતદાર એમ.જી. જાડેજાએ સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી. સિવિલ હોસ્પિટલના અધિક્ષક જયેશ વેસેટીયન તથા તેમના મેડીકલ સ્ટાફની ઉપસ્થિતિમાં ઑક્સિજન સપ્લાય તથા વેન્ટીલેટર મશીન, ઉપલબ્ધ બેડની સંખ્યા, સારવાર સહિતની વિવિધ આનુષંગીક બાબતો અંગે જરૂરી તૈયારીઓની સમીક્ષા કરી વિવિધ સુવિધાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ગિરીશ ભરડવા (રાજકોટ)