રાજકોટમાં GJ-03-BY- નંબરોની નવી સીરીઝનું રી ઓકશન

પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા એચજીવી તથા ૩ડબલ્યુટી પ્રકારના વાહનો માટે જી.જે.૦૩ – બી.વાય સીરીઝના નંબરોની સીરીઝ તથા અગાઉની સિરીઝના બાકી રહેલા ગોલ્ડન સિલ્વર નંબરોના રી- ઓકશન કરવામાં આવશે. નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.૧૭ થી ૧૯ ઓનલાઇન એપ્લીકેશન www.parivahan.gov.in વેબસાઇટ પર કરવાની રહેશે.
તા.૧૯ થી ૨૧ ના સાંજે ૦૪.૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.૨૧ ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. ઈ ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ ૫ માં ઈ-પેમેન્ટથી ભરી દેવાના રહેશે તેમજ હરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમદેવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે. ઉપરોક્ત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.
ગિરીશ ભરડવા (રાજકોટ)