ગિષ્મ માં આશીર્વાદ છાસ કેન્દ્ર નો વલ્લભભાઈ કટારીયા ના હસ્તે પ્રારંભ.

ગિષ્મ માં આશીર્વાદ છાસ કેન્દ્ર નો વલ્લભભાઈ કટારીયા ના હસ્તે પ્રારંભ. ઢસા માં કાળુભાઈ કટારીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે ૫૦૦ જેટલા પરિવારો ને ઉનાળા માં છાસ વિતરણ
ગિષ્મ માં આશીર્વાદ રૂપ છાસ કેન્દ્ર નો વલ્લભભાઈ કટારીયા ના હસ્તે પ્રારંભ
ગઢડા સ્વામી ના ઢસા માં વિનામુલ્યે છાસ વિતરણ કેન્દ્રનો પ્રારંભ ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે કટારીયા પરિવાર દ્વારા કાળુભાઇ કટારીયા ચેરીટેબલ ટ્રુસ્ટના નેજા હેઠળ વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. વિનામૂલ્યે છાસનુ વિતરણ કરવામાં આવે છે. ઢસાના અંદાજે ૪૦૦ થી ૫૦૦ પરિવારો લાભ લઈ રહ્યા છે. ઢસા ખાતે છેલ્લા ૨૫ વર્ષથી ઉનાળા દરમ્યાન કટારીયા પરિવાર દ્વારા છાસ કેન્દ્ર ખોલવામાં આવે છે. છાસ કેન્દ્ર નું ઉદઘાટનશ્રી વલ્લભભાઈ કટારીયા ના હસ્તે કરવા માં આવ્યું હતું.આ તકે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના હિંમતભાઈ કટારીયા સહિત સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ સ્વંયમ સેવક ની ઉપસ્થિતિ માં ઉનાળા નું અમૃત ગણાતી છાસ નું વિના મૂલ્યે વિતરણ કેન્દ્ર નો પ્રારંભ કરાયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300