લાઠી સરકારી હોસ્પિટલ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન

લાઠી સરકારી હોસ્પિટલ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન તા.૧૪ જૂન ના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે લાઠી તાલુકા આરોગ્ય કચેરી લાઠી અને ચાવંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન કરવા માં આવ્યું છે. થેલેસેમિયા, સિકલ સેલ એનીમિયા, હિમોસાઇટોપીનીયા, બોનમેરો ડિસઓર્ડર અને લોહ તત્વ ની ઉણપ ને લીધે થતા ઘણા ગંભીર રોગો માં દર્દીઓ ને વારંવાર લોહી ચડાવવાની જરૂર પડતી હોય છે. ઉપરાંત, જોખમી સગર્ભા ને પ્રસુતિ સમયે, એક્સિડન્ટ ને લીધે થતી ઈજાઓ માં જરૂરિયાત વાળા દર્દીઓ ને તાત્કાલિક લોહી મળે તો તો તેનું જીવ બચી શકે તેમ હોય છે. “રક્ત આપો, પ્લાઝ્મા આપો, જીવન બચાવો , વારંવાર બચાવો ‘ ની વૈશ્વિક થીમ પર આજ રોજ ડો આર આર મકવાણા, ડો મુકેશ સિંગ, ડો. હરિવદન પરમાર, ગૌતમ બોરડ, પ્રભાત બાંભવા, કપિલ સરવૈયા, આશા બહેનો અને આરોગ્ય સ્ટાફ દ્વારા આ કેમ્પ નું સફળ આયોજન કરાયું હતું. જેને લોકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. શાંતા બા મેડિકલ કોલેજ ના સહયોગ થી આયોજિત આ શિબિર માં કોલેજીયન યુવા વર્ગ દ્વારા સ્વયંભૂ રીતે પ્રથમવાર રક્તદાન કરી સામાજિક ચેતના નું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તમામ દાતાઓ અને આરોગ્ય વિભાગ ના સ્ટાફ દ્વારા નિયમિત રક્તદાન માટે સંકલ્પ લેવામાં આવેલ હતો. ઉલ્લેખનીય છે કે આ કેમ્પ માં પહેલી વખત પતિ પત્ની બંને સાથે તેમજ માતા પુત્રી બંને એ પણ સાથે રક્ત દાન કરેલ છે. ગત વર્ષે લાઠી આરોગ્ય તંત્ર દ્વારા ૧૦૦૦ યુનિટ થી વધુ બ્લડ એકત્ર કરેલ હતું તેમજ ચાલુ વર્ષે પણ તેનાથી વધુ સંખ્યા માં બ્લડ એકત્ર કરવા માટે પ્રયત્નશીલ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300