શીતલ આઇસ્ક્રીમ અમરેલી ને ઇન્ડિયાસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું

શીતલ આઇસ્ક્રીમ અમરેલી ને ઇન્ડિયાસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું
Spread the love

શીતલ આઇસ્ક્રીમ અમરેલી ને ઇન્ડિયાસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું.

અમરેલી થી ચાલુ થયેલી શીતલ આઈસ્ક્રીમ આજે એફએમસીજી ક્ષેત્રમાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે શીતલ આઈસ્ક્રીમ આજે ભારત દેશના વિવિધ રાજ્યોથી લઈને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિદેશમાં પણ લોકોનો પહેલી પસંદ બની રહી છે.
શીતલ આઈસ્ક્રીમ એ આઈસ્ક્રીમ ની સાથે ડેરી પ્રોડક્ટ્સ, નમકીન, મસાલાઓ, બેકરી જેવી પ્રોડક્ટ્સમાં આજે ખુબ ઝડપથી આગળ વધવાની સાથે લોકોની પહેલી પસંદ બની રહી છે.
અમરેલી થી ૧૯૮૭ માં નાના પાયે શરૂ થયેલી આ કંપની આજે Bse અને Nse માં પણ લિસ્ટેડ થઈ ચૂકી છે.૪૦૦૦ કરતા વધારે કર્મચારીઓ ને શીતલ આઇસ્ક્રીમ રોજગાર આપી રહી છે. અને સમય ની માંગ પ્રમાણે તેઓ ટેકનોલોજી ની દિશામાં પણ હરણફાળ ભરી રહ્યા છે. શીતલ આઇસ્ક્રીની પાસે સિંગલ ફ્લોર પર ઓટોમેટિક આઈસકેન્ડી ઉત્પાદન કરવા માટેનો વિશાળ પ્લાન્ટ છે જે ડેઇલી ૧૮,૦૦૦,૦૦ યુનિટ આઇસ કેન્ડી નું પ્રોડક્શન કરવાની ક્ષમતા ધરાવે છે.આ સિંગલ ફ્લોર આઈસકેન્ડી પ્લાન્ટ એ સમગ્ર એશિયામાં સૌથી મોટો પ્લાન્ટ છે અને આ પ્લાન્ટ માટે શીતલ આઇસ્ક્રીમ અમરેલી ને India’s world record માં સ્થાન પ્રાપ્ત થયું છે.
આ અનોખી અને ઐતિહાસિક સિદ્ધી માટે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા સાહેબે દિનેશભાઈ ભુવા અને ભુપતભાઈ ભુવાને સર્ટિફિકેટ અર્પણ કરવાની સાથે અભિનંદન આપ્યા હતાં અને શીતલ આઇસ્ક્રીમ પરીવાર ભવિષ્યમાં પણ નવા કીર્તિમાન સ્થાપિત કરી અને અમરેલીને ગૌરવ અપાવે તેવી આશા વ્યકત કરવાની સાથે શીતલ આઇસ્ક્રીમ પરીવારને શુભેચ્છા અર્પણ કરવામાં આવી હતી.
શીતલ આઇસ્ક્રીમ એનર્જી ઉત્પાદન થી લઈને રોમટીરીયલ અને માર્કેટિંગ થી લઇ પેકેજીંગ સુધીના મહત્તમ વિભાગ માં સ્વનિર્ભર છે જે તેમને બીજી ઇન્ડસ્ટ્રીઝ થી અલગ બનાવે છે.
શીતલ આઇસ્ક્રીમ એક એવી કંપની છે જેના વિઝન થી દરેક કર્મચારી પરિચીત છે અને અહિ પ્રાર્થનાં ની સાથે દરરોજ કંપની ના વિઝન ને પણ યાદ કરવામાં આવેછે. શીતલ આઇસ્ક્રીમ ભવિષ્યમાં ભારત દેશની પ્રથમ 5 FMCG કંપનીમાં સ્થાન પ્રાપ્ત કરી અને લોકોને વધારે સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં માટે અગ્રેસર છે અને આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા કટિબદ્ધ છે.શીતલ આઇસ્ક્રીમ પરિવારને આ અનોખા વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવવા માટે ચારે તરફથી અભીનંદનની વર્ષા થઇ રહી છે.
આ વર્લ્ડ રેકોર્ડ અને આ સિદ્ધી પ્રાપ્ત કર્યાં પછી કંપનીના યુવા ડાયરેકટર હાર્દિકભાઈ ભુવા જણાવે છે કે આ સિદ્ધી અમારા વડીલોએ કરેલા પરિશ્રમ અને અમારા કર્મચારીઓની મહેનતને આભારી છે. અમારા વડીલોએ જોયેલા સ્વપ્નોને પુર્ણ કરવા અને ભવિષ્યમાં પણ નવા કીર્તિમાન સ્થાપિત કરવા શીતલ આઈસ્ક્રીમ પરિવાર પ્રિતિબદ્ધ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230614_215557.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!