ગાયત્રી પરિવાર આશીર્વાદ ફાઉન્ડેશન સહિત ની સંસ્થા ના સહયોગ થી નિદાન કેમ્પ યોજાયો

ગાયત્રી પરિવાર આશીર્વાદ ફાઉન્ડેશન સહિત ની સંસ્થા ના સહયોગ થી નિદાન કેમ્પ યોજાયો
અમદાવાદ નારણપુરા નવાવાડજ વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમ્યાનમાં નિ:શુલ્ક તમારું BMD(બોનમિનરલ ડેન્સિટી)તપાસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લિનિક,ચક્રવર્તી કોમ્પલેક્ષ, કિરણપાર્ક સામે,નવા વાડજ ખાતે ડૉ.ભીખુભાઈ પટેલ,જાયન્ટ ગૃપ ઑફ અમદાવાદ મેઈન,ગાયત્રી પરિવાર નારણપુરા,આશીર્વાદ ફાઉન્ડેશન અને ઉમેશ પટેલ, પંકજ જોષી,વાસુભાઈ ગોહેલ,વિપુલ ચૌધરી કાર્યકર્તા મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં એકસોથી વધુ દર્દીઓએ કેલ્શિયમનું નિ:શુલ્ક નિદાન કરાવ્યું હતું.સદર કેમ્પમાં ડૉ.બી.ટી.પટેલ દ્વારા દર્દીઓને નિ:શુલ્ક તપાસવામાં આવ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300