સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાવાઝોડા દરમિયાન વૃક્ષોની રક્ષા કરવા જાહેર અપીલ

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાવાઝોડા દરમિયાન વૃક્ષોની રક્ષા કરવા જાહેર અપીલ
Spread the love

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાવાઝોડા દરમિયાન વૃક્ષોની રક્ષા કરવા જાહેર અપીલ

રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમનું ગુજરાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં 10 જિલ્લાઓમાં 20 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થઇ ગયો છે. આગામી વર્ષોમાં સમગ્ર ગુજરાતમાં 20 કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ગુજરાત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. સાથોસાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે. જેને ખૂબ ટૂંકા સમયમાં 20,00,000 વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે, વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે.

સમસ્ત દુનિયામાં માનવજાતે વિકાસની લ્હાયમાં કુદરત સાથે ખુબ જ ચેડાં કર્યા છે. જેના પરિણામે દુનિયાભરમાં વખતોવખત આફતો આવે છે. એવી જ એક આફત ગુજરાતના દરિયાકાંઠે સંભવિત વાવાઝોડા રુપે ત્રાટકવાની છે ત્યારે “સદભાવના વૃધ્ધાશ્રમ” દ્વારા છેલ્લાં દસકામાં સૌના ભવિષ્ય માટે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે. તે વૃક્ષ વર્તમાન વાવાઝોડાનાં તોફાનમાં નમી ગયા હોય કે પડવા જેવા થઇ ગયા હોય તો સૌએ કોઈ તંત્ર કે સંસ્થાની રાહ જોયા વગર જાતે વૃક્ષને બાંધી કે ટેકો આપીને કોઇ પણ રીતે બચાવી લેવા જોઈએ કારણ કે, જયારે વૃક્ષને બચાવવામાં આવે છે ત્યારે ફક્ત વૃક્ષ નહિ પણ દેશ, પર્યાવરણનું ભવિષ્ય બચે છે. સૌ એ વૃક્ષને પોતાની અંગત મિલકત ગણીને તેમને બચાવવા જોઈએ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

WhatsApp-Image-2023-06-15-at-9.13.23-AM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!