સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વોર્ડ નં-16 અને 17 દ્વારા સહજાનંદ વિદ્યાલય ખાતે યોગા કાર્યક્રમ

21 જૂન ના રોજ સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવી રહ્યો છે તે પૂર્વે યુવા, રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં – ૧૬ પુણા પશ્ચિમ અને વોર્ડ નં-૧૭ પુણા પૂર્વ દ્વારા યોગીચોક ખાતે આવેલ સહજાનંદ વિદ્યાલયમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે ભવ્ય યોગા કાર્યક્રમ યોજાયો હતો જેમાં યોગ ટ્રેનર તરીકે પીનલ ગેલાણી, કિંજલ વાઘાણી, પરીતા સાચપરા એ પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને યોગ અને એરોબિક્સ કરાવ્યા હતા.
આ તકે પૂર્વ ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાવડીયા, શહેર ભાજપ ઉપાધ્યક્ષ શ્રી લક્ષમણભાઈ કોરાટ, બોર્ડના સુરતના સંયોજક શ્રી વિજયભાઈ રાદડિયા, કોર્પોરેટરો શ્રી વિપુલભાઈ મોવલીયા, શ્રીમતી સ્વાતીબેન ક્યાડા, વોર્ડ મહામંત્રી શ્રી ભરતભાઈ ધામેલીયા, સામાજીક અગ્રણી શ્રી મુકેશભાઈ વાઘાણી શાળાના સંચાલક શ્રી પ્રતીકભાઈ સુદાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજક અને બોર્ડના સંયોજકો અજય સોંડાગર અને પ્રદીપ ઝાલાવડીયા એ તમામ ને આવકાર્યા હતા.
આ તકે જાણીતા મોટીવેટર, એન્કર અને બોર્ડના સંયોજક અજય સોંડાગર એ જણાવ્યું હતું કે આગામી 21 જૂન ના રોજ સુરત ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે થવાની છે ત્યારે યોગ વિશે માહિતી મળી રહે અમે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત બને તે માટે શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં બોર્ડ દ્વારા સુંદર આયોજનો થઈ રહ્યા છે અને આગામી 21 જૂન ના રોજ સુરત ખાતે એક લાખ પચીસ હજાર કરતા વધારે લોકો એક સાથે યોગ કરવા જઈ રહ્યા છે જે સુરત માટે ગૌરવ લેવા જેવી બાબત હશે..