કચ્છ અસ્મિતા મંચ દ્વારા થાણા ખાતે યોજાયો ભવ્ય કાર્યક્રમ ‘કચ્છી પાઘડી કોના શિરે ?’

કચ્છ અસ્મિતા મંચ દ્વારા થાણા ખાતે યોજાયો ભવ્ય કાર્યક્રમ ‘કચ્છી પાઘડી કોના શિરે ?’
Spread the love
  • સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી ગિરીશભાઇ સત્રા અને દાતા અગ્રણી ગિરીશભાઈ ભેદાને કચ્છી પાઘડી અર્પણ કરાઈ

‘કચ્છ અસ્મિતા મંચ’ દ્વારા દર વર્ષે ‘કચ્છી નવા વર્ષ’ અષાઢી બીજનાં દિવસે ભવ્ય કાર્યક્રમ ‘કચ્છી પાઘડી કોના શિરે ?’ કાઠીયાવાડી ડાયરાનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં પોતાના જીવનમાં સારા કાર્યો કરનાર વ્યક્તિને કચ્છી પાઘડી અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે કાર્યક્રમનું આયોજન સુરેશ વસનજી ગડા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ગડકરી રંગાયતન, થાણા ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં મહારાષ્ટ્ર રાજ્યનાં મુખ્યમંત્રી એકનાથજી શિંદે, મહારાષ્ટ્ર રાજ્યનાં ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, મહારાષ્ટ્ર રાજ્ય એમ. એલ. એ. પ્રતાપજી સરનાઈક, રવીન્દ્ર ફાટક, નિરંજન ડાવખરે, સંજય કેળકર, મહાપૌર નરેશજી હસ્યું, મહારાષ્ટ્ર રાજ્યનાં ‘મિત્ર’નાં વાઈસ પ્રેસિડેન્ટ અજ્યજી આશર, ક્ચ્છ જૈન ફાઉન્ડેશનનાં દિપક ધારશી ભેઢા, વાગડ વીશા ઓસવાલ સમાજનાં પ્રેમજી જેઠાલાલ ગાલાએ હાજરી આપી હતી.

કાર્યક્રમમાં વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી હેતુ કાર્યરત સમસ્ત મહાજનનાં બે ટ્રસ્ટી ગિરીશભાઇ સત્રા અને સમસ્ત મહાજનનાં દાતા અગ્રણી ગિરીશભાઈ ભેદાને મહારાષ્ટ્ર રાજ્યનાં મુખ્યમંત્રી એકનાથજી શિંદેનાં હસ્તે કચ્છી પાઘડી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહારાષ્ટ્ર રાજ્યનાં કેબીનેટ પર્યટન મંત્રી, પ્રખર જીવદયા પ્રેમી અને સમસ્ત મહાજન પરિવારનાં માર્ગદર્શક મંગલ પ્રભાત લોઢાજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!