ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ખીરસરા જી.આઈ.ડી.સી. એસોસીએશન દ્વારા “જળ જાગૃતિ” કાર્યક્રમ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ખીરસરા જી.આઈ.ડી.સી. એસોસીએશન દ્વારા “જળ જાગૃતિ” કાર્યક્રમ
Spread the love

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે ખીરસરા જી.આઇ.ડી.સી. માં અમૃત સરોવર બનાવવાનું કાર્ય ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ખીરસરા જી.આઈ.ડી.સી. એસોસીએશન દ્વારા તળાવ ઉંડુ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. અમૃત સરોવર બનાવવાના હેતુ માટે ખીરસરા જી.આઇ.ડી.સી. અમૃત સરોવરની સાઇટ પર જળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલું છે. ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ ઊંડા, ઊંચા અને રીપેરીંગ કરવા તેમજ નવા ડેમો બનાવીને વરસાદી શુધ્ધ પાણીને બચાવવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. તે અંતર્ગત ખીરસરા ગી.આઈ.ડી.સી. એસોસિએશનના ૧૦૦% લોકભાગીદારીથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નના ૭૫ અમૃત સરોવરમાનું એક સરોવર ૧૦૦% દાતાઓના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવે છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત મહેમાનશ્રીઓ શ્રીમતિ ભાનુબેન બાબરીયા-કેબીનેટ મીનીસ્ટર શ્રી રામભાઇ મોકરીયા-સાંસદ શ્રી રાજયસભાશ્રી મોહનભાઇ કુંડારીયા-સાંસદ શ્રી લોકસભાશ્રી રમેશભાઇ ટીલાળા-ધારાસભ્ય શ્રી રાજકોટશ્રી નરેન્દૂસિંહ જાડેજા-ચેરમેન, રાજકોટ લોધીકા સંધ શ્રી વી.પી. વૈષ્નવ-પ્રમુખ શ્રી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ શ્રી પરેશભાઇ ગજેરા-પ્રમુખ શ્રી, બીલ્ડર્સ એસોશીયેશન શ્રી ભીખાભાઇ વિરાણી-બાલાજી વેફર્સ. શ્રી મૌલેશભાઈ ઉકાણી-બાનલેબ્સ શ્રી રાજનભાઇ વડાલીયા-હાઇબોન્ડ સિમેન્ટ, શ્રી નાથાભાઇ કાલરીયા-સન ફોંજીંગ શ્રી બીપીનભાઇ હદવાણી-ગોપાલ નમકીન શ્રી જીતુભાઇ બેનાણી-અમીધારા ડેવલોપર્સ શ્રી પ્રફુલભાઇ હદવાણી-ગોકુલ નમકીન, શ્રી પરાક્મસિંહ જાડેજા-જ્યોતિ સી.એન.સી., શ્રી વિનષભાઇ પટેલ-ઓરબીટ બેરીંગ્સ, શ્રી ગોપાલભાઇ ખીરસરીયા-ફોમેકસ/વિપટેક, શ્રી જગદીશભાઇ કોટડીયા-ફાલ્કન પંપ પ્રા.લી, શ્રી મગનભાઇ ફળદુ-ટોટા વાળા, શ્રી પ્રતાપભાઇ પટેલ-ટર્બો બેરીંગ, શ્રી ઉમેશભાઇ માલાણી – માલાણી કન્ટ્રકશન, શ્રી જયેશભાઇ શાહ-સોનમ કર્વાટસ, શ્રી મયુરભાઇ શાહ-જૈન અગ્રણી, શ્રી પાઠક સાહેબ-જી.આઇ.ડી.સી.RM, શ્રી પ્રકાશભાઈ કનેરીયા પ્રાઈમક્રેજ પ્રા.લી, શ્રી ડી.વી. મહેતા- જીનિયર્સ સ્કુલ, શ્રી કાંતિલાલ ભાલોડીયા-ભગીરથ ગ્રેનાઈટ, શ્રી કે.બી વાછાણી રેપ્યુટ ગ્રુપ શુભેચ્છા પાઠવેલ રહ્યા હતા.

શ્રી કીશોરભાઇ-બટરફલાય મેટલ પ્રા.લી તેને જણાવેલ કે વરસાદી પાણી ઉપયોગ કરવાથી સર્વે જીવો નીરોગી રહે છે, શ્રી શીવલાલભાઇ આદ્રોજા-એન્જલ પંપ જણાવેલ કે જેટલું સંશોધન જમીનમાંથી પાણી કાઢવા માટે થયું છે તેના પ્રમાણમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે ૧% પણ સંશોધન થયેલ નથી. જમનભાઈ પટેલ ડેકોરા ગ્રુપ જણાવેલ કે જો લોકો વરસાદી પાણી નહી બચાવે તો આવતા દીવસો ખુબ ભયંકર હશે તો લોકોએ પોતાની આવકમાંથી વરસાદી પાણી બચાવવા માટે મહેનત કરવી જોઈએ.

ખીરસરા જીઆઈડીસીના જે અમૃત સરોવર બની રહ્યું છે તેમાં એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ સૂચક, ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ અકબરી, મંત્રી શ્રી જયભાઈ પાઠક, શ્રી ખજાનચી હાર્દિકભાઈ વાછાણી, ટેકનીકલ ઇન્ચાર્જ ફાલ્ગુનભાઈ ચાંગેલા તેમજ આ પ્રોજેક્ટના ચેરમેન શ્રી પ્રફુલભાઈ દેસાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્રારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં હોય, તુટેલા હોય કે માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય તે ફરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને ફળદ્રુપ માટી ડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમની ક્ષમતા વધારવામાં આવે છે .

ખેડૂતોને ડેમમાંથી નીકળેલી ફળદૂપ માટી આપી પાક ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય છે. આ પાણી બચાવો અભિયાનમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દિલીપભાઇ સખિયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, લક્ષ્મણભાઇ શીંગાળા, વિઠ્ઠલભાઈ બાલધા, રતીભાઈ ઠુંમર, અશોકભાઈ મોલીયા, રમેશભાઇ જેતાણી, મહેન્દ્રભાઇ કાલરીયા, હરેશભાઈ પાંભર, ભુપતભાઈ કાકડિયા,ભરતભાઈ પીપળીયા, બચુભાઈ ધામી હાજર રહેલા હતા. વધુ માહિતી માટે દિલીપભાઈ સખીયા મો. (૯૪૨૭૨ ૦૭૮૬૮) તથા દિનેશભાઈ પટેલ (મો.૯૮ર૪ર ૩૮૭૮૫) સંપર્ક કરવાનું જણાવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!