સૌરાષ્ટ્ર ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ની તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સેવા ની સરાહના

અમેરીકાનાં બાલ્ટીમોર વોશિંગટન ખાતે સૌરાષ્ટ્ર ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ની તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સેવા ની સરાહના ૨૦ લાખ ના અનુદાન ની જાહેરાત
ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માં ચાલતી આરોગ્ય સેવા ની અમેરિકા ખાતે સરાહના અમેરીકાનાં બાલ્ટીમોર મુકામે તા.૨૪.૦૬.૨૦૨૩ અને વોશિંગટન મુકામે તા.૨૫.૦૬.૨૦૨૩ માં દિવસે અમેરીકા સ્થિત ડૉ. નટુભાઈ રાજપરા સાહેબ, કિરીટભાઇ ઉદેસી, વિપુલભાઇ રાજપરા અને બકુલભાઇ વિરડીયાની જહેમતથી કરૂણાવાન હાસ્યકાર ડો. શ્રી જગદિશભાઈ ત્રિવેદી આયોજીત બન્ને કાર્યક્રમો ખુબજ સફળ રહયાં હતા. આ પ્રસંગે ડો. શ્રી જગદિશભાઈ ત્રિવેદીએ તેમજ ટીબી હોસ્પિટલમાં માનદમંત્રી શ્રી બી.એલ.રાજપરા એ પોતાના વકતવ્ય અને વિડીયો ફિલ્મ દ્વારા હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં જીવન અંગે તેમજ તેમનાં આશીર્વાદથી ચાલતા તદ્દન નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી. માહિતી દ્વારા ઉપસ્થિત બધાજ ખુબજ પ્રભાવિત થયા હતા.આ પ્રસંગે “બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ” નાં સ્થાપક પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ડો. પ્રદિપ કણસાગરા સાહેબ અને વેસ્ટમીનીસ્ટર અમેરીકાનાં સુપ્રસિદ્ધ ડો. સુરેજા સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહી ટીંબી હોસ્પિટલમાં સેવાકાર્યોથી સહુને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ઘણી મોટી સંખ્યામાં દાતાઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહયા હતા. અંદાજીત કુલ રૂા.૨૦ લાખ જેટલી માતબર ૨કમનાં અનુદાનની જાહેરાત થઇ હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300