છભાડીયા ગામે મહિલા નું પાણી માં તણાઈ જવા થી મૃત્યુ

છભાડીયા ગામે મહિલા નું પાણી માં તણાઈ જવા થી મૃત્યુ
Spread the love

દામનગર ના છભાડીયા ગામે ગત સાંજે ખેડૂત મહિલા શારદાબેન અણધણ નું વરસાદ ના ચાલતા પાણી માં તણાઈ જવા થી મૃત્યુ નીપજ્યું હતું

દામનગર છભાડીયા ગામે ગત સાંજે અતિ વરસાદ થી તણાયેલ ખેડુત મહિલા શારદાબેન લખમણભાઈ અંણધણ ઉવ ૮૦ નો મૃતદેહ એક ભેખડે અટકાયેલ જોવા મળેલ છભાડીયા પશ્ચિમ તરફ થી વરસાદી પાણી ના ચાલતા વહેણ માં તણાઇ ને પૂર્વ તરફ દોઢ કિમિ દૂર એક ભેખડે અટકાયેલ શારદાબેન લખમણભાઈ અણધણ ઉર્ફે ભક્તિ માં તરીકે ઓળખાતા ખેડૂત મહિલા નો મૃતદેહ નહેરા માં વહેલી સવાર માં ગ્રામજનો ના ધ્યાને આવતા સ્થાનિક સરપંચ સહિત ના અગ્રણી ઓ ઘટના સ્થળે પહોંચી દામનગર પોલીસ ને જાણ કરી છભાડીયા ગામે એકલા રહી ખેતી કામ કરતા શારદાબેન ના નજીક ના કુટુંબીજનો લીલીયા તાલુકા ના ગુદરણ ગામે રહે છે રાત્રે તેના મકાને તાળું મારેલ હોય અડોશ પડોશ ના લોકો એ શારદાબેન ઘેર નહિ હોવા નો અંદેશો હતો અને અતિ વરસાદ માં વાડી એ રોકાય ગયા હોવા ના અનુમાન થી કોઈ શોધખોળ કરાયેલ નથી આજે વહેલી સવારે ગામ ના પાડર માં પોતા ની ખેતી ની જમીન પશ્ચિમ તરફ થી તણાઈ ને પૂર્વ દિશા એ ખેતર થી દોઢ કિમિ દૂર એક ભેડા ઉપર કચરા સાથે શારદાબેન અણધણ નો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર બનાવ ની તપાસ હાથ ધરાયા બાદ ખ્યાલ આવશે તેમ સ્થાનિકો એ જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG20230630090157.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!