સમગ્ર રાજ્યમાં આઇ.ટી.આઇ. અમરેલીને શ્રેષ્ઠ કામગીરી બદલ તૃતીય સ્થાન

સમગ્ર રાજ્યમાં આઇ.ટી.આઇ. અમરેલીને શ્રેષ્ઠ કામગીરી બદલ તૃતીય સ્થાન
અમરેલી સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી આઈ.ટી.આઈ. અમરેલીએ શ્રેષ્ઠ કામગીરી બદલ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. સંસ્થાને શ્રેષ્ઠ કામગીરી માટે તૃતીય પારિતોષિકથી પુરસ્કૃત કરવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા નિર્ધારિત થયેલ ર૮ પાસાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્ય કક્ષાના સન્માન મેળવવા બદલ સંસ્થાના આચાર્યશ્રીએ સર્વે સ્ટાફ મિત્રો તેમજ તાલીમાર્થીઓ પ્રતિ અભિવાદન વ્યક્ત કરેલ છે અને ભવિષ્યમાં પણ સંસ્થાની ગુણવતા વિકસાવવાની પ્રતિબદ્ધતા દર્શાવેલ છે. હાલ સંસ્થા ખાતે રપ લાંબા ગાળાના કોર્ષ તેમજ ટૂંકા ગળાના કોર્ષમાં ધો.૮ પાસ થી ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવે છે. તાલીમાર્થીઓને નિયમિત તાલીમ સાથે ટ્રેડ સંબંધિત નજીકની ઇન્ડસ્ટ્રીમાં ઓન જોબ ટ્રેનીંગ માટે પણ મોકલવામાં આવે છે. સંસ્થાના પ્લેસમેન્ટ સેલ દ્વારા તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને સરકારી અને ખાનગી એકમોમાં રોજગારી, સ્વરોજગારી તેમજ એપ્રેન્ટીસમાં જોડાઈ શકે તે માટે નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. સંસ્થા ખાતે તાલીમાર્થીઓ માટે ઈકો ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300